________________
ભારે ગફલત લૅમ્બોને ટ્રેસિલિયને આપેલા સોનૈયા તરફ જોયું અને તેને ખીસામાં મૂકી દીધો, પછી તે બોલ્યા, “આવો સોનૈયો આપવા કરતાં મારી સાથે સરખી રીતે વાત કરી હોત તો પણ ચાલત, મહેરબાન. પણ સોનામાં કિંમત ચૂકવે, તેણે પૂરી કિંમત ચૂકવી દીધી ગણાય – અને માઈક લેમ્બોર્ન કોઈની મજા બગાડવામાં રાજી નથી. માત્ર મારી આગળ તોર ઓછો કરો એટલે બસ. તે માસ્ટર ટ્રેસિલિયન, હું તમારી ગુપ્ત વાત બહાર નહીં પાડી દઉં, પણ હવે મારા પ્રત્યે જરા ઓછી તુમાખી દાખવજો, અને હું પણ કોઈ વાર આવી તકલીફમાં આવી જાઉં, તો મને ટેકો કરવા લાગજો ! એટલું ઋણ હવે આપણે અરસપરસ દાખવવું જ રહ્યું, મહેરબાન !”
“ચાલ, બાજુએ ખસ, તને તારી ફી મળી ગઈ છે.” ટ્રેસિલિયનને ફોધ હવે માઝા મૂકતો જ હતો.
અ! “બાજુએ ખસ - તારી ફી મળી ગઈ છે’– એમ? ભલે, ભલે, પણ હું કોઈની મજા ખામુખા બગાડું એવો, ગંજી ઉપરનો કૂતરો નથી તો !”
પણ ટ્રેસિલિયન એ શબ્દો સાંભળવા બેભ્યો ન હતો. તે દાદર ઊતરી ગયો હતો.
એટલે પછી લેમ્બોર્ન ગણગણ્યો, “હું ભલે ગંજી ઉપરનો કૂતરો નહિ હોઉં, ત્યારે ખામુખા ધૂકાર વેઠું એવો પણ નથી. એટલે તમારા કમરામાં તમે જે છોકરીને ઘાલી છે, તેને બંદા જોવાના તો ખરા જ – કદાચ એને બાપડીને એ ભૂતિયા કમરામાં એકલી સૂતો ડર પણ લાગતો હોય ! મેં જો કોઈ અજાણ્યા લૉર્ડના કિલ્લામાં આવું કર્યું હોત, તે તે મને પકડીને ભોંયરામાં પુરાવી ફટકા મરાવ્યા હોત. પણ તમે બધા સગૃહસ્થ ગણાતા લોકો અમારા કરતાં અનેખા અધિકારો ભોગવતા હો છો – પણ આ ખુશનસીબ શોધથી માસ્ટર ટ્રેસિલિયનનું માથું હવે મારી બગલ હેઠળ કાયમનું આવી ગયું એ વાત તો નક્કી જ. પણ એમની પ્રેમિકાનેય હવે નજરે નિહાળી લેવી – ઓળખી લેવી જોઈએ ખરી.”
ટ્રેસિલિયન હવે એમી રોબ્સર્ટની પોતાની અણધારી મુલાકાત અંગે વિચારમાં પડી ગઢના બહારના આંગણા તરફ ચાલ્યો. એને વિચાર આવ્યો કે, ઍમીના બાપે પોતાને એની વાત હાથમાં લેવાનું મુખત્યારનામું આપેલું હોવા છતાં, મેં ઍમીને ચોવીસ કલાક સુધી કંઈ ન કરવાની મુદત આપી,