________________
ભારે ગફલત
સિલિયનના ચિત્તમાં ભારે ભ મચી રહ્યો હતો. ચક્રાકાર સીડીનાં બે કે ત્રણ પગથિયાં ઊતરીને તે નીચે આવ્યો, તેવામાં માઇકેલ લેંમ્બૉર્ન ભારે ઓળખાણ અને સંબંધ બતાવતા ચહેરા સાથે તેને સામો મળ્યો. તે બદમાશને પકડીને દાદર ઉપરથી નીચે ફેંકી દેવાનું ટ્રેસિલિયનને મન તો થયું; પણ તરત તેને ખ્યાલ આવ્યો કે, આ જગાએ અને આ સમયે આમ મારામારી કરવાથી કદાચ એમીને નુકસાન થશે.
“ઓહો, કેમ માસ્ટર ટ્રેસિલિયન? જૂની બાબતેનું વેર મનમાં રાખવાની જરૂર નહિ; અને હું તો સામાએ બતાવેલી જૂની ભલમનસાઈ જ યાદ રાખનારો માણસ છું, જૂની તકરારો નહિ.”
તારે મારી સાથે કશું ઓળખાણ દાખવવાની કાંઈ જરૂર નથી; તું તારા ગોઠિયાઓ સાથે દોસ્તી રાખજે, એટલે બસ.”
“વાહ ભાઈ, આ બડેખાઓ ચીની માટીના બનેલા હોય એમ બિચારા માઇકેલ હૉમ્બૉર્ન તરફ કેવી ધૂતકારની નજરે જુએ છે? પણ માસ્ટર ટ્રેસિલિયન, તમારે મારા પ્રત્યે સંતપણે દાખવવાની જરૂર નથી. કારણકે, અત્યારે તમારી બેડ-રૂમમાં તમે કેવો માલ ઘાલ્યો છે, એની મને ખબર છે !”
“તું કોની વાત કરે છે, એ હું જાણતો નથી; પણ તું આ કમરાઓની દેખરેખ રાખનારો હોય, અને તારી ફી બાકી રહી હોય, તો લે આ રહી, એટલે હવે મારા કમરા તરફ નજર ન કરતે,” એમ કહી ટ્રેસિલિયને તેને એક સમૈયો આપી દીધો, – તે સમજી ગયો કે આ બદમાશને મારા કમરામાં કોઈ સ્ત્રી છે એની ગંધ આવી ગઈ હોવી જોઈએ, જોકે એ કોણ છે તે હજુ એ જાણતા હોય એમ લાગતું નથી.
૨૨૮