________________
૨૮૨
પ્રીત કિયે દુઃખ હેય' ગઈ ! ઓહો, હું હમણાં જ એ બેવફા ઓરતને કારણે મારા કેટલાય મિત્રો અને સંબંધીઓના જાન ખતરામાં નાખવા જતો હતો!– અરે કાયદેસર સ્થપાયેલા રાજસિંહાસનના પાયામાં સુરંગ ચાંપવા તૈયાર થયો હતો – આ શાંતિપૂર્ણ દેશની છાતી ઉપર તરવાર અને આગનું પ્રલય-નૃત્ય ખેલાવવા તૈયાર થયો હતો – અને મને આ પદે ચડાવનાર મારાં ભલાં સમ્રાજ્ઞીને મહા-અપરાધ કરવા તૈયાર થયો હતો – જે ભલાં રાણીએ આ કમબખ્ત લગ્ન આડે ન આવ્યું હોત તો મને કોઈ પણ પુરુષ પહોંચી શકે કે પહોંચવા ઇચ્છે તે પદે પહોંચાડ્યો હોત – અને એ બધું મારા દુશ્મનો સાથે કાવતરાં ચલાવતી એક દુષ્ટાને કારણે હું કરવા જતો હતો પણ હરામખેર, તે આ બધું મને પહેલેથી કેમ ન કહ્યું?”
લૉર્ડ, એ બાનુના એક આંસુએ જ, મેં જે કંઈ આપને કહ્યું હોત તે બધું ધોઈ કાર્યું હોત. ઉપરાંત આ બધી બાબતોનાં પ્રમાણ આજે સવારે ઍન્થની ફેસ્ટર અહીં આવ્યો ત્યારે જ મારા હાથમાં આવ્યાં. કમ્નર-પ્લેસમાંથી તે શી રીતે નાસી છૂટયાં હતાં તે વિશે વીશીવાળા ગોસ્લિગ અને બીજાઓને પૂછીતાછીને, તેના બધા પુરાવાઓ એ લેતો આવ્યો છે. અહીં આવ્યા પછી કાઉન્ટસ કયાં ગયાં હતાં અને શું કર્યું હતું વગેરે બધાં પગથિયાં મેં પોતે તપાસ કરીને શોધી કાઢ્યાં છે.”
“આહા, કેવી દુષ્ટા – ડાકણ કહેવી જોઈએ! અને આજે જ સચ્ચાઈની આણ દઈને મારું માથું ઇલિઝાબેથને ધરી દેવાની સલાહ આપતી હતી ! પણ મને એટલું સમજાતું નથી કે તે જો ભાગી છૂટી હતી તો પછી બાપને ઘેર જવાને બદલે અહીં જોખમમાં શા માટે દોડી આવી? – પણ એમાં શું સમજવાનું બાકી રહે છે? બાપને ઘેર ભાગી જાય તો પછી કાઉન્ટસ ઑફ લિસેસ્ટર તરીકે જાહેર થવાની તેની ઈચ્છાનું શું થાય? અને મેં મૂરખે રાણીજી સામે બળવો માંડયો હોત, તો ગુસ્સે થયેલાં રાણીજી મારો શિરચ્છેદ જ કરાવત – આજે સવારે તેમણે પોતાને મોંએ એ શબ્દ ઉચ્ચાર્યો જ હતો! અને મારું માથું કપાઈ જાય, પછી મારી પરણેતર તરીકે જાહેર થયેલી તે મારી મિલકતની રણીધણી વારસદાર બની રહે – પછી તેના કંગાળ પ્રેમી ટ્રેસિલિયન સાથે જીવનભર મોજ માણી શકે ! આ બદઇરાદાથી જ તે પિતે રાણીજી સમક્ષ જઈને મારી જાન જોખમમાં નાખવાનું સમજાવી રહી હતી – એક કાંકરે બે પક્ષી તે આનું નામ! પિતે મારી કાયદેસર પત્ની