________________
કામત ક્રોધ
ર૮૧ આ ગઢમાં આવી પહોંરયાં. અહીં આવીને પછી કાઉન્ટસ ઑફ લિસેસ્ટર ક્યાં છુપાયાં – એ જગાનું નામ દેવાની મારી હિંમત ચાલતી નથી.”
“બોલી નાખ, હું હુકમ કરું છું – જયાં સુધી તારી વાત સાંભળવાના હેસકોસ મારામાં છે, ત્યાં સુધી જે કહેવાનું છે તે કહી દે.”
લેડીસાહેબા આ ગઢમાં આવીને સીધાં ટ્રેસિલિયનના કમરામાં જ ચાલ્યાં ગયાં – જ્યાં તે કેટલાય કલાક રહ્યાં – થોડો વખત એની સોબતમાં અને થોડે વખત એકલાં. મેં આપને વાત પણ કરી હતી કે ટ્રેસિલિયને કોઈ પ્રેમિકા પોતાના કમરામાં ઘાલી છે – મને તે વખતે કલ્પના પણ ન હતી કે એ પ્રેમિકા –
ઍમી હતી, એમ તારે કહેવું છે ને? પણ એ વાત છેક જ જૂઠી છે – તદ્દન બનાવટી છે. એમી ભલે મહત્ત્વાકાંક્ષી હશે, ચંચળ અને અધીર, પણ હશે – એ તો સ્ત્રીમાત્રની ઊણપે છે– પરંતુ મને તે આમ બેવફા નીવડે - એ કદી ન બને. એકદમ તારી વાતનો પુરાવો આપ નહીં તે –”
નાયબ છડીદાર કેરોલ તેમની પોતાની માગણીથી તેમને ગઈ કાલે પાછલે પહોરે ટ્રેસિલિયનના કમરામાં પહોંચાડી આવ્યો હતે. અને આજે વહેલી સવારે લેમ્બૉર્ન અને દારોગા બંનેએ તેમને એ જ કમરામાં જોયાં
; હતાં.”
“ટ્રેસિલિયન તે વખતે તેની સાથે એ કમરામાં હતો?”
“ના જી. આપને યાદ હશે કે, ગઈકાલે રાતે તેને સર નિકોલસ બ્લાઉન્ટના કબજામાં સોંપી દેવામાં આવ્યો હતો.”
“કેરેલ કે બીજાઓ એ સ્ત્રી કોણ છે એ જાણતા હતા?”
“ના જી; કેરોલ અને દારોગાએ કાઉન્ટેસને કદી નજરે જોયાં નહોતાં; અને લેમ્બૉર્ન પણ તેમને તેમના બદલેલા વેશમાં એાળખી શક્યો નહોતો. પણ તે એમને નાસી જતાં રોકવા ગયો ત્યારે તેના હાથમાં તેમના હાથનું એક મોજું આવી ગયું – આપ નામદાર એને પિછાની શકશો.”
વાર્નેએ એમ કહીને એ મોજું અર્લના હાથમાં મૂકયું; તેના ઉપર લિસેસ્ટરની રીંછ અને બૂણકાની મુદ્રા મોતીથી ભરેલી હતી.
“વાહ આ મોજું તો મેં ભેટ આપેલી જોડમાંનું જ છે; અને તે જોડનું બીજું મોજું તેણે મારા ગળે તેને બેવફા પાપી હાથ નાખ્યો ત્યારે તેના ઉપર મેં જોયું હતું – બસ હવે મને એ દુષ્ટાની બધી કારવાઈ સમજાઈ