________________
૨૮૦
પ્રીત કિયે દુખ હોય' ટ્રેસિલિયન અને ઍમી વચ્ચેની એ મુલાકાત ખરી રીતે ચાલી હતી તે કરતાં કેટલીય વધુ લાંબી ચાલી હતી.
તો પછી આ વાતની ખબર મને તરત કેમ ન કરવામાં આવી? તમે બધાએ – ખાસ કરીને તેં, વાર્તે – આ અગત્યની કહેવાય તેવી ખબર મારાથી કેમ છુપાવી રાખી?”
“કારણકે, લૉર્ડ, કાઉન્ટસે મારા મનમાં અને ફેસ્ટરના મનમાં એમ જુઠું ઠસાવ્યું કે, સિલિયન એની મેળે ત્યાં ચાલ્યો આવ્યો હતો, અને એમ પણ માની લીધું કે એ મુલાકાત ખુલ્લી જ હશે તો લેડીસાહેબા જ પોતે પોતાની મેળે એ મુલાકાતની વાત આપને કાને નાખશે. ઉપરાંત, આપ નામદાર સમજી શકશે, કે આપણાં પ્રિયજન વિષેની કશી બદગોઈ આપણને સંભળાવવામાં આવે તો આપણને કેટલું ખોટું લાગે. ઉપરાંત, મારે ચાડિયા બની આપ બેની વચ્ચે નકામું ઝેર વાવવાનું ન હોય.”
“પણ તે પછી એ મુલાકાત ખુલ્લંખુલ્લા ન હતી એમ હવે તું શા કારણે કહેવા માગે છે? અર્લ ઑફ લિસેસ્ટરની પત્ની ટ્રેસિલિયન જેવા માણસ સાથે થોડો વખત વાતચીત કરે એમાં મને કે મારાં પત્નીની ઈજજતને શું નુકસાન જાય?”
ખરી વાત છે, નામદાર; મેં એમ માન્યું હતું તેથી જ મેં એ વાતને કશું મહત્વ આપ્યું ન હતું અને તેને મારા મનમાં જ ઢબૂરી રાખી હતી. પણ વાત એમ બની છે કે, ટ્રેસિલિયને ત્યાંથી ખસતા પહેલાં લેડીસાહેબાને બહાર કાઢી જવાના ઇરાદાથી કમ્મરના એક કંગાળ વીશીવાળા મારફત પત્રવ્યવહારને સંબંધ સ્થાપિત કર્યો હતો. તેમણે પછી પિતાને સંદેશ અને યોજના લઈને પોતાને માણસ મોકલ્યો. (એ બદમાશને પકડીને મેરવિનટાવરમાં પૂરવા મેં મારા માણસો દોડાવ્યા જ છે – અને થોડા વખતમાં જ તે હાથમાં આવી જશે.) એ માણસે વીશીવાળાને ખાતરી કરાવવા અને સંતલસમાં ભેળવવા એક કીમતી વીંટી આપી – આપ નામદાર તે એ ર્વાટીને ઓળખે છો – ટ્રેસિલિયનના હાથ ઉપર આપે કદાચ જોઈ પણ હશે – આ રહી તે વીંટી. આ માણસ – ટ્રેસિલિયનને આ એજંટ – કન્નર-પ્લેસમાં ફેરિયાને વેશે દાખલ થયો અને લેડી સાથે સંતલસ કરી લીધા બાદ, એક રાતે બંને સાથોસાથ જ ભાગી છૂટયાં – રસ્તામાં એક બિચારા માણસને
પડાવી લીધો – આવી રીતે ગુનાહિત ઉતાવળ દાખવીને તેઓ છેવટે