________________
અબઘડી મુલાકાત આપે!
૨૮૩ તરીકે જાહેર થાય અને તેની સાથે જ મારું માથું જાય એટલે મારી મિલકત અને તેને પ્રેમી બંને વાનાં તેને મળે ! – બસ, વાર્ને, હવે એક શબ્દ પણ ન બોલીશ. હું તેનું લેહી રેડીશ જ! ઈશ્વરના અને માણસના બંનેના કાયદાથી એ દગાબાજ – ફરેબી – બેવફા સ્ત્રી મોતને પાત્ર થઈ છે – પણ આ કાસ્કેટ પેલો છોકરો કાઉન્ટસને પહોંચાડવા ઇચ્છતા હતા અને તેને ન પહોંચાડી શક્યો એટલે ટ્રેસિલિયનને પહોંચાડવા મને આપી ગયો છે, એમાં શું છે? – અરે વાહ! આ તો મેં મન કરીને આપેલાં બધાં જવાહિર છેને! અહા! ડાકણ, એટલું પણ પોતાના પ્રેમી માટે લેતી આવી છેને!– બસ હવે તું ક્ષમા આપવાનું નામ ન દઈશ – એનું આવી જ બન્યું છે! એ એક ક્ષણ પણ જીવવાને પાત્ર નથી!”
ત્યાર પછી થોડી વાર તો પોતાના ભભૂકી ઊઠેલા ગુસ્સાને તાપ શમાવવા માટે જ લિસેસ્ટર પોતાની કેબિનમાં પેસી ગયો.
દરમ્યાન વાર્નેએ કાસ્કેટનાં અર્થે ફગાવી દીધેલાં બધાં કીમતી ઘરેણાં સમેટી-લીધાં અને એક કબાટના ખાનામાં મૂકી દીધાં.
થોડી વાર બાદ લિસેસ્ટરે વાર્નેને પોતાની કેબિનમાં બોલાવ્યો. અંદર તેઓએ એક કલાક સુધી મંત્રણાઓ ચલાવી. ત્યાર બાદ લિસેસ્ટર પિશાક બદલી રાણીજી પાસે જવા ઊપડી ગયો.
અબઘડી મુલાકાત આપો !
આ દિવસના બાકીના કાર્યક્રમમાં લિસેસ્ટર અને વાને જે રીતે વર્યા હતા, તેથી ઘણાઓને આશ્ચર્ય થયું હતું. વાને સામાન્ય રીતે સલાહસૂચન અને કામધંધાની એટલે કે લાભની વાતને જ વળગી રહેનાર ગંભીર માણસ ગણાત, તે એ દિવસે આનંદ-પ્રમોદ તથા મજાક-મશ્કરીમાં એટલો બધો હળવા મનથી ભળવા લાગ્યો કે, સૌને એ જુદો જ માણસ બની ગયેલો લાગ્યો. ત્યારે લિએસ્ટર હમેશ આનંદ-પ્રમોદ વધારનાર ખુશનુમા દરબારી ગણાતે, તે એ દિવસે કંઈક શૂન્યમનસ્ક જે બની ગયેલો લાગતો હતો.