________________
પ્રીતમ પધાર્યા! ગણાય એવી બાબતે થી અણજાણ રહે, એ જ વધુ સારું. આમેય તેમને વર્તાવ બહુ મમતાળુ તે નથી જ.”
અરે એ તો આંગણામાં બાંધેલો કૂતરો છે; એને તે ભસવાનું જ આવડે. છતાં તે જે તમો નામદારને અણગમતો થયો હોય, તો હું એને બદલે બીજો કોઈ અનુકૂળ માણસ લાવી શકું તેમ છું.”
“માસ્ટર વાર્ને, હવે આપણે આ વાત બંધ કરો. મારા સ્વામીએ મારી આસપાસ મૂકેલા સેવકો અંગે મારે કંઈ ફરિયાદ કરવાની હશે, તે હું મારા સ્વામીને જ સીધી કરીશ. પણ, સાંભળો, સાંભળો, મારા સ્વામી આવ્યા! આવ્યા! તેમના ઘોડાની ખરીઓ સંભળાય છે!”
એમ કહેતીકને તે તો બારણા તરફ સીધી દોડી.
પણ વાને વચ્ચે આવીને એકદમ બોલી ઊઠ્યો, “મેં મારી નમ્રસેવા અને કર્તવ્ય બજાવવાના ખ્યાલથી જે કંઈ કહ્યું કર્યું હોય, તેને ઉપયોગ મને બરબાદ કરવામાં તમે નહિ જ કરોને !”
અરે મારો છેડો છોડો – મને રોકો નહિ; મારા મનમાં તમારા વિષે કશો વિચાર જ નથી, ભલાદમી !”
પ્રીતમ પધાર્યા.
વાને જે જક્કીપણું દાખવી રહ્યો હતો, તેથી કાઉન્ટેસના માં ઉપર અકળામણની છાયા છવાઈ રહી; પણ જે આગંતુક તે કમરામાં દાખલ થયા, તેમને જોતાં વેત તે નિર્ભેળ આનંદ અને પ્રેમથી પ્રભાવિત થઈ, તેમના હાથમાં જ જઈને પડી અને તેમને પોતાના હૃદય સાથે ચાંપતી બોલી, છેવટે – છેવટે તમે આવ્યા ખરા!”
વાને તરત જ કમરામાંથી વિદાય થઈ ગયો અને જેનેટ પણ જતી જ હતી, પણ કાઉન્ટસે તેને નિશાની કરીને થોભાવી, એટલે તે કમરાને દૂરને છેડે જઈને ઊભી રહી.