________________
પ્રીત કિયે દુઃખ હેય' જે મોટી કિંમત આંકે છે, તેના પ્રમાણમાં તેને બીજાઓથી સુરક્ષિત રાખવાની તેમને ચિંતા પણ હોય જ ને?”
તો શું, મારા પતિ ટૂંકા દિલના ઈર્ષ્યાખોર છે, એમ મારે માનવું? તમે તે કેવીક વાત કરો છો, માસ્ટર વાને? અને તે એવા હોય, તો પણ એમની એ ઈર્ષ્યા અને ચિંતા દૂર કરવાનો એકમાત્ર સીધો રસ્તો તેમનાથી કશું ન છૂપાવવાનો જ હોઈ શકે. તે મારા નિર્મળ અંતરમાં આરપાર જોઈ શકે, તો પછી તેમને કશી ચિંતા ન રહે.”
તે પછી મારે તો ચૂપ જ થઈ જવું રહ્યું. મને પોતાને ટ્રેસિલિયન પ્રત્યે કશો પ્રેમભાવ તો છે જ નહિ; કારણકે તેનું ચાલે તો તે મારું લેહી જ પીવા ઇચ્છે – એટલે હવે તેણે અહીં વણનિમંયા ઘૂસી આવીને મારા લૉર્ડની જે અવજ્ઞા કરી છે, તેનું જે પરિણામ આવે એની ફિકરથી હું મારા હાથ ધોઈ નાખું છું. મારા લૉર્ડ એ અપમાનનો બદલો લીધા વિના રહેશે, એમ હું તો નથી માનતે.”
તે, મારા ચૂપ રહેવાથી ટ્રેસિલિયનની બરબાદી અટકી શકશે એમ તમે માનતા હો, તે મારે ચૂપ જ રહેવું જોઈએ. કારણકે, મેં એ ભલા માણસને અત્યાર આગમચ ઘણો દુ:ખી કર્યો છે. તેમ છતાં હું ચૂપ રહીશ એથી શું વળવાનું છે? કારણકે, ફેસ્ટર તેમ જ બીજા એક જણે પણ ટ્રેનિલિયનને અહીં આવેલા જોયા જ છે? ના, ના, વા, મને એ બધું છુપાવવાનું ન કહેશો, હું એ બધું મારા પતિને કહી જ દઈશ; અને ટ્રેસિલિયનની અવિચારી મૂર્ખતાને માફ કરવા એવી વકીલાત કરીશ કે જેથી મારા ઉમરાવદિલ પતિ તેને સજા કરવાને બદલે તેની કદર કરવા ઇચ્છશે.”
જેવી તમારી મરજી, મૅડમ; પણ બરફ ઉપર ચાલવા જનારે પ્રથમ એક પગલું ભરીને તેનું પડ કેટલું કઠણ છે તેની ખાતરી કરી લેવી જોઈએ. તેમ તમે પણ બધું કહેતા પહેલાં માત્ર ટ્રેસિલિયનનું નામ જ ઉચ્ચારી જોજો, અને તમારા પતિ, મારા લોર્ડ તે નામ કેવી લાગણીથી સાંભળે છે, તે જોઈ લેજો. બાકી ફેસ્ટર અને તેનો હજૂરિયો ટ્રેસિલિયનને ઓળખતા ન હોવાથી તેમને તો એ અજાણ્યો માણસ અહીં કેમ આવી ચડ્યો, તેને ગમે તે કારણ ઉપજાવીને હું સમજાવી દેવા તૈયાર છું.”
લેડી એક ક્ષણભર વિચારમાં પડી ગઈ. છેવટે તેણે કહ્યું, “વાને, ફેસ્ટર જો જાણતા ન હોય કે એ ટ્રેસિલિયન હતા, તે પછી તે મારી અંગત