________________
૧૩૪
પ્રીત કિયે દુઃખ હેય” જંગલી અનુયાયીઓથી ઘેરાયેલા રહો છો તે વાતને પણ નિકાલ લાવી દઈશું. અમારા રાજમહેલની પડોશમાં જ તમે લોકો લશ્કર ભેગું કરી જાણે આંતરવિગ્રહ ચલાવવા માગતા હો એવો દેખાવ કરો, એ જરા પણ ઇચ્છનીય નથી. તમારી તબિયત ઠીક થઈ છે એ જાણી તથા જોઈને અમને આનંદ થયો છે – અલબત્ત, અમે તે અર્થે મોકલેલા રાજવૈદ્યની મદદ લીધા વિના જ, – કંઈ ખુલાસે કરવાની જરૂર નથી; એ કેમ કરીને બન્યું એની અમને ખબર મળી ગઈ છે, અને એ ગફલત કરનાર આ જુવાન રૅલેને અમે ઠપકો આપી લીધો છે. – પરંતુ લૉર્ડ, સાથે સાથે તમને કહેતાં જઈએ છીએ કે, આ જુવાનિયાને અમે તમારા ઘરમાંથી કાઢી લઈ, અમારે ત્યાં જ લઈ જવા માગીએ છીએ. એનામાં એવા અંશો છે, જેમને ઉછેરવા-પષવાની જરૂર છે, પણ તે તમારા લશ્કરી અનુયાયીઓ વચ્ચે તેને નાખી રાખવાથી નહિ બની શકે.”
સસેકસને આ પ્રસ્તાવ શાથી રાણી તરફથી આવ્યો છે, એ કંઈ સમજાયું નહિ; એટલે તેમણે માત્ર લળીને તેને સ્વીકાર કર્યો. પછી તેમણે રાણીજીને થોડો ઘણો ઉપહાર લેતા સુધી રોકાવા ઘણો આગ્રહ કર્યો, પણ રાણીએ ઘસીને ના પાડી દીધી. આમ જાતે મુલાકાત આપવા જેવી એક બાજુથી કૃપા દર્શાવીને, અને બીજી બાજુથી તદ્દન ઠંડે અને કડક વર્તાવ દાખવીને, રાણી સેઝ-કોર્ટમાં પોતાની પાછળ મૂંઝવણ અને ચિંતા મૂકીને જ વિદાય થઈ.
૧૨ બે હરીફે
લસેસ્ટર વાને ધમકાવતો હતો – “તું સેઝ-કોર્ટની રાણીજીની મુલાકાતની ઠેકડી ઉડાવે છે, પણ ત્યાં જઈ આવ્યા બાદ રાણીજીએ કાલે મને દરબારમાં હાજર રહેવા ફરમાવ્યું છે. કલ્પના એવી કરવામાં આવે છે કે, મારી અને લૉર્ડ સસેકસ વચ્ચેની તકરાર તે હાથ ઉપર લેવાનાં છે.”