________________
રાણીની બક્ષિસ
૧૩૩ રાણીજી ત્યાં પધારતાં લોકોની મેદનીએ કરેલા જયનાદ તેમના સાંભળવામાં આવ્યા. તે તરત ગભરાઈ ઊડ્યા; કારણકે, રાણીને ઠાઠમાઠથી પોતાનું વિધિસર અભિવાદન કરવામાં આવે એ બહુ જ ગમતું. પણ તેમના મકાનમાં તે અત્યારે ચારે તરફ અવ્યવસ્થિતતા જ હતી.
એટલે અકળાતા અને મૂંઝાતા તે ટ્રેસિલિયનને કહેવા લાગ્યા, “ભાઈ, વાર્ને સામેની તારી ફરિયાદમાં મારાથી બને તેટલી મદદ તને મારે કરવી જોઈએ – એવી મદદની અપેક્ષા રાખવાને તને ન્યાય તેમજ કૃતજ્ઞતાના કારણે હક પણ છે. પરંતુ હમણાં જ ખબર પડી જશે કે, હું તારી વાતમાં ભળીશ તેથી તને ફાયદો થશે કે નુકસાન. કારણકે, રાણી અહીં અચાનક પધાયાં છે, તેને પરિણામે તે મારા ઉપર ખુશ થવાનો સંભવ ઓછામાં ઓછો છે.”
એટલું કહેતાકને જેમ તેમ જન્મે વીંટી લઈ, તે ટ્રેસિલિયનને ટેકે રાણીને આવકારવા સામાં ગયા. તેમનો બાંધો સુદૃઢ કહેવાય તેવો ભલે હશે, પણ આકર્ષક તો નહોતો જ; અને તેમાંય લાંબી ગંભીર બીમારીને કારણે તેમના ચહેરા-મહારાની અવસ્થા વિશેષ ઊતરી ગયેલી હતી. તે ગટ્ટા કદના હતા, અને તેમના ખભા વિશાળ અને પહેલવાન જેવા હતા, છતાં રણમેદાન ઉપર ઉપયોગી થઈ પડે તેવો તેમનો દેખાવ, દીવાનખાનામાં સ્ત્રીઓને જોવો ગમે તે તો નહોતો જ..
અર્લ ગમે તેટલી ઉતાવળ કરી સામા આવ્યા, પણ રાણીએ ત્યાર પહેલાં દીવાનખાનામાં પ્રવેશ કર્યો હતો. પણ તેની ઈર્ષાળુ આંખેએ આસપાસની લશ્કરી પડાવ જેવી સ્થિતિની નોંધ કયારની લઈ લીધી હતી અને તેની ભમરો ચડી ગઈ હતી. તેણે પહેલા જ શબ્દો એ ઉચ્ચાર્યા, “આ તે ઘર છે કે લશ્કરને પડાવ છે, લૉર્ડ ઓફ સસેકસ ? – કે પછી અમે ભૂલથી સેયઝ-કોર્ટથી આગળ ટાવર-ઓફ-લંડન*માં આવી ગયાં છીએ?”
લૉર્ડ સસેકસ કંઈક ખુલાસો કરવા ગયા, પણ રાણીએ તેમને દબાવી દઈને કહ્યું, “અમે તમારી અને અમારા દરબારના બીજા લૉર્ડ વચ્ચેની તકરારનો મુદ્દો હાથ ધરવાનાં છીએ, તે વખતે તમે લોકો આવા સશસ્ત્ર અને
* થેમ્સ નદીને ઉત્તર કિનારે આવેલે શાહી ગઢ. સૈકાઓ સુધી તે રાજવંશી કેદીઓને પૂરવા માટેના જેલખાના તરીકે વપરાયો હતો, અને ઘણાંના જાન ત્યાં લેવામાં આવ્યા હતા. એક ભાગમાં શાહી જવાહર પણ રાખવામાં આવતું. - સપાટ