________________
પ્રીત કિયે દુઃખ હોય' વાહ જેનેટ, આજે આ નવું નવતર વળી ક્યાંથી આપણા મકાનમાં આવ્યું? ચાલ એને નજીક બેલાવ; આપણે કંઈક માલ ખરીદીએ!” કાઉન્ટસે કહ્યું.
ના, ના, નામદાર બાનુ; બુટ્ટી ડોકસે એને – એવા અજાણ્યાને અંદર શા માટે આવવા દીધો હશે, વારુ?”
અરે અહીં બધું એકલવાયું બહુ લાગે છે; આજે જરા કલાક અનંદમાં જશે; એને અહીં બોલાવ.”
ના, ના, બાનુ; મારા બાપુ – ”
“પણ એ કંઈ મારા બાપુ નથી કે મારા માલિક નથી; હું જ એને બોલાવું છું, મારે કેટલીક વસ્તુઓ ખરીદવી છે.”
પણ બાનુ, તમે હવે પછીની ટપાલમાં જે જોઈએ તે લખી મોકલજો, એટલે ઇંગ્લેન્ડ દેશમાં મળતી સારામાં સારી વસ્તુઓ આવીને હાજર થશે.”
“બસ, મારે આને અહીં બોલાવવો જ છે –” એમ કહી કાઉન્ટસે પિોતે જ ફેરિયાને ગ્રીષ્મ-ગૃહ તરફ બોલાવ્યો.
વેલૅન્ડ એક વખતને નાટકી માણસ હતો, એટલે તેને બધા ધંધેદારીએની ખાસ લઢણ આવડતી હતી. એટલે થોડી વારમાં કાઉન્ટેસે રાજી થઈ, પોતા માટે, જેનેટ માટે, બુઠ્ઠી નોકરડીઓ માટે એમ ઘણી ઘણી પોશાકની ચીજો તેની પાસેથી ખરીદી લીધી.
પછી કાઉન્ટેસે ફેરિયાને પૂછ્યું, “તારી પાસે સુગંધી અત્તરો વગેરે કિંઈ નથી?”
વાહ, બાન, મારી પાસે એ ચીજો ન હોય, તો હું ફેરિયો થયો છું શા માટે? આ જુઓ, કેવાં સરસ સરસ અત્તરો છે! – જોકે, અર્લ ઑફ લિસેસ્ટર રાણીજીની પધરામણી પોતાના કેનિલવ ગઢમાં કરાવવાના છે, એટલે આ બધી ચીજોની અછત થઈ ગઈ છે અને તેમની કિંમત બમણી થઈ ગઈ છે.”
“તો જેનેટ, પેલી અફવા તે સાચી હોય એમ લાગે છે!” કાઉન્ટસે કહ્યું.
“અફવા ની, મૅડમ?” વેલૅન્ડ જ બોલી ઊઠયો; “આપની પાસે આ સમાચાર નથી આવ્યા, એ જ નવાઈની વાત છે. રાણીજી એક અઠવાડિયું કેનિલવઈમાં અર્ધસાહેબ સાથે ઉજાણી માણવાનાં છે, અને લોકો તે કહે છે