________________
ફેરિયો
૧૭૫
કે, ઇંગ્લૅન્ડ દેશને એ ઉજાણી પૂરી થતાં સુધીમાં રાજા મળી જશે, અને ઇંગ્લૅન્ડનાં રાણીને પતિ !”
કાઉન્ટસ એકદમ ગુસ્સાથી ધમધમી જઈને અધીર બની જઈને બાલી ઊઠી, એ બદમાશા જુઠ્ઠ` બાલે છે,
(6
જુઠ્ઠું !”
જૅનેટ કાઉન્ટેસને આશ્વાસન આપતાં બાલી, “નામદાર બાનુ, સાંસતાં થાઓ, સાંસતાં થાઓ; આવા ફેરિયાને મેાંએ સાંભળેલા સમાચારને વજૂદ આપવાનું હોતું હશે?”
'
“ ખરી વાત છે, જૅનેટ!” કાઉન્ટસ બોલી ઊઠી; “ ઈંગ્લૉડના સર્વશ્રેષ્ઠ ખાનદાન ઉમરાવ માટે આવા બેઇજ્જતીભર્યા અહેવાલેા હલકટ બદમાશામાં જ ચાલ્યા કરે. ”
“માનવંત બાનુ, મને ક્ષમા કરો; આપ મારે માટે એ શબ્દો વાપરતાં હો, તે લેાકેામાં ચાલતી વાત જ હું કહું છું.”
66
કાઉન્ટેસ દરમ્યાન સ્વસ્થ થઈ ગઈ હતી, એટલે તેણે ફેરિયાને કંઈ ગેરસમજ ન થઈ જાય તે માટે ખુલાસા રૂપે સમજાવીને કહ્યું, ભાઈ, હું તે આપણાં રાણી તેમને પ્રિય એવું કુંવારાપણું છેાડે છે, એવી ખોટી અફવા લોકોને માંએ ચાલતી હોવાથી જ અકળાઈ ઊઠી હતી. પણ આ તારી કાસ્કેટમાં પેલી રૂપાની ડબ્બીમાં સંભાળીને શું રાખ્યું છે? કોઈ નવાઈની ચીજ છે કે શું?”
“હા જી; બહુ ચમત્કારી વસ્તુ છે. જોકે, આપ જેવાં સુખિયારાંને તે એવી કોઈ વસ્તુની જરૂર પડે એમ હું નથી માનતા. એક વટાણા જેટલી એ દવા રોજ અઠવાડિયા સુધી લેવામાં આવે, તે તેનાથી ગમગીની, હતાશા, એકલવાયાપણું, વગેરે બધી કાળી અંધાર માનસિક બીમારી દૂર થઈ
જાય છે
""
66
“મૂરખભાઈ, મેં તારી કાપડ-બાર જેવી ચીજો ભલમનસાઈથી તે માગેલી કિંમતે ખરીદી, એટલે તું આવી નકામી વસ્તુ ‘ચમત્કારી’ કહીને મને વળગાડવા માગે છે કે શું? શરીરને કરેલી દવાથી વળી મનની બીમારી દૂર થતી હશે ?”
“નામદાર, હું પ્રમાણિક માણસ છું અને પ્રમાણિક દામે મારી ચી વેચું છું. આ ચમત્કારી દવા મેં આપને વેચવા માટે બતાવી જ નથી, પછી હું તેને વિષે જુઠ્ઠી વાત આપને શા માટે કહું? આ દવાથી મનની મૂળ