________________
૧૭૬
પ્રીત કિયે દુખ હોય' બીમારીઓ તો દૂર ન જ થાય; એવી બીમારીઓ તો ઈશ્વરકૃપાએ કે વખત જતાં જ ઓછી થાય; પણ મનમાં ચિંતા અને હતાશા ઘેરાયેલી રહેવાથી જે ખિન્નતા-ગમગીની વગેરે અવસ્થાએ ઊભી થાય છે, તે તે આ દવાથી દૂર થાય જ છે. મેં કેટલાય દરબારી લોકોને એ દવા આપી છે. અરે કૉર્નવાલના માસ્ટર એડમંડ ટ્રેસિલિયન નામના એક ખાનદાન સદ્ગૃહસ્થને તાજેતરમાં જ એ દવા આપીને મેં ફરી હરતાફરતા કર્યા છે. નહિ તો કંઈક હતાશાને કારણે એમની એવી વલે થઈ ગઈ હતી કે, તેમના મિત્રોએ તો તેમના જીવતા રહેવા બાબત જ આશા મૂકી દીધી હતી.” વેન્ડે તક જોઈને તુક્કો લડાવ્યો.
કાઉન્ટસ એકદમ જરા ચોંકી, પણ પછી મોં સ્વસ્થ રાખીને બોલી, “તે સદ્ગૃહસ્થને હવે કેમ છે? તે બરાબર સાજા થઈ ગયા?”
ઠીક ઠીક, માનવંત બાનું; હવે તેમને શારીરિક તકલીફ નથી રહી.”
“તે જેનેટ, હું પણ એ દવા થોડીક ખરીદુ, મને ઘણી વાર ગમગીની અને ખિન્નતા જેવું થઈ આવે છે, જો.”
ના, ના, મૅડમ, આવા માણસો સાચી વસ્તુ કે સારી વસ્તુઓ વેચે છે, એને શો ભરોસો?”
હું પોતે જ એ વસ્તુનો ભરોંસો કરી આપું,” એમ કહીને વેૉન્ડે તેમના દેખતાં જ એ દવામાંથી વટાણા જેટલી દવા ખાઈ બતાવી. કાઉન્ટસે હવે તેની પાસે વધેલી બધી દવા ખરીદી લીધી. ઉપરાંત તેણે તે જ વખતે વટાણા જેટલી દવા ખાઈ જ લીધી; તથા નેટને જણાવ્યું કે, “વાહ, આ તે ખરી ચમત્કારી વસ્તુ છે ને કંઈ ! લેતાં વેંત મને કેવું સારું લાગે છે!” જોકે, એમાં દવાના ગુણ કરતાં, જેનેટના ના કહેવા છતાં પોતે ખરીદેલી વસ્તુનું વખાણ કરવાપણું કેટલું હતું, તે કોણ જાણી શકે ?
ત્યાર બાદ કાઉન્ટસે ખરીદેલી વસ્તુઓનો ઢગલો કર્યો, અને પોતાની થેલી નેટને આપી. પછી પૈસા ચૂકવવાનું તેને સોંપીને, પોતે થાકી-કંટાળી ગઈ હોય તેમ મકાનમાં ચાલી ગઈ.
વેલેન્ટને કાઉન્ટસ સાથે ખાનગીમાં વાત કરવી હતી, પણ તે તે હવે બની શકે તેમ ન રહ્યું, એટલે તેણે જેનેટને સાધવા માંડી –
“બહેન, તારા ચહેરા ઉપરથી મને દેખાય છે કે, તું તારાં માલિકણ પ્રત્યે સાચી વફાદારી દાખવે છે. તારાં માલિકણને તારા જેવીની નિષ્ઠાભરી સારવાર અને સેવાની બહુ જરૂર છે.”