________________
ફેરિયે
૧૭૩ “હા, હા, એ લોકોનો નોકર કહેતે હતો કે, બંનેનો સામાન ત્યાં જ લઈ જવાનો છે. દારૂ પાઈને તેની પાસેથી એટલી માહિતી મેં કઢાવી લીધી છે.”
બસ ત્યારે, હવે મારે વિચાર કરતા બેસી રહેવાની જરૂર નથી. એ બુઢો સેતાન જરૂર લેડી ઉપર કંઈ કામગીરી બજાવવા જ આવી પહોંચ્યો લાગે છે. મારે તેની કામગીરી નિષ્ફળ કરી આપવી જ રહી. એથી એ ડોબૂબી ઉપર વેર પણ લેવાશે, તથા માસ્ટર ટ્રેસિલિયનનું પણ કામ થશે.” વેન્ડ મનમાં જ ગણગણ્યો.
१६
ફેરિયા
અલે ગુપ્તતા જાળવવા વારંવાર આગ્રહ કર્યો હોવાથી, તથા ફેસ્ટરની પોતાની અતડા રહેવાની તથા કંજૂસપણાની વૃત્તિને લીધે, તેણે બહુ નોકર-ચાકર પોતાને ત્યાં રાખ્યા જ ન હતા. તેને ત્યાં એક બુટ્ટો નકર તથા બે બુટ્ટી ડોસીઓ જ ઘરકામ માટે બધું મળીને હતાં.
વેલેન્ટે જ્યારે બારણું ઠોકર્યું. ત્યારે એ બે ડેસીઓમાંથી એકે બારણું ખેલ્યું. વેન્ડે પોતાનો સામાન અંદરની બાનુઓને બતાવવા અંદર આવવા દેવાની તેને વિનંતી કરી, ત્યારે પેલીએ સામો ન સમજાય તેવો લવારો આરંભી દીધો. વેલેંડે તેના હાથમાં એક રૂપૈયો સરકાવી દીધો તથા અંદરનાં બાનુ પોતાનું કાપડ ખરીદે તે એને માથાના બાંધણ માટે સારું કાપડ બક્ષિસ આપવાની લાલચ આપી; એટલે પેલી તરત માની ગઈ.
ભગવાન તારું ભલું કરે મારું માથાનું બાંધણ છેક જ લીરા થઈ ગયું છે, જો–જા, પેલાં બગીચામાં ફરે.” એમ કહી તેણે વેલેંડને તૂટી-ફૂટી ગયેલા એક ગ્રીષ્મ-ગૃહ તરફ જવા કહ્યું.
વેલેંડે તે તરફ જતાં જતાં ફેરિયાનાં જોડકણાંમાં પોતાના માલની જાહેરાત આરંભી દીધી.