________________
અવળચડાઈ કેની ?
૨૧૩ હતું. એ બધાંના હાંકેડુઓની આગળ નીકળવાની જગા માટે તકરારો થતી, અને કદીક મારફાડ પણ થઈ જતી.
પણ એ ઉપરાંત, નાચનારા, ગાનારા, ખેલ કરનારા, જાદુગરો વગેરેની મંડળીઓ પણ પોતપોતાના અલગ દેખાડ સાથે આગળ વધતી હતી. અને તેમાં પછી ભિખારીઓનાં ટોળાં – પોતપોતાની સાચી કે જૂઠી અપંગતાઓના દેખાડ સાથે ભળેલાં હતાં. એ હકડાઠઠ ભીડમાં નોકર-માલિક, ગામડિયણનાગરણ, ગરીબ-તવંગર એવા કશાનો ભેદ જ નહોતો રહ્યો – એકબીજાને દબાવતા-ધકેલતા આગળ વધવાનું હતું. જોકે, આ ટોળામાં બધે આનંદ-હાસ્યકલ્લોલનું વાતાવરણ વ્યાપેલું હોઈ, પગ છૂંદાય કે ધક્કો વાગે તો પણ કોઈ કશું મનમાં લાવનું નહિ.
રાણી વૉરવિક-ગઢમાં આવી પહોંચી હતી અને બપોરનું ખાણું ત્યાં પરવારીને કેનિલવર્થ જવા ઊપડવાની હતી. વેલૅન્ડ સ્મિથે વૉરવિક-ગઢને ટાળીને જ કેનિલવર્થ તરફનો માર્ગ લીધો હતો. જોકે, કાઉન્ટસની સહીસલામતી બાબત તેની ચિંતા અને મૂંઝવણ ઘણી જ વધી ગઈ હતી. તેમને સીધાં કેનિલવર્થ ભેગાં કરી દેવાય તો ભારે ઉપાધિમાંથી છૂટયા, એમ જ એને હવે લાગતું જતું હતું.
પગલે પગલે જખમ તથા મુશ્કેલી વધતાં જ જતાં હતાં. અને બહારના દરવાજા પાસે તેઓ પહોંચ્યાં, ત્યારે ત્યાં તો વરદીધારી સંરક્ષક દળના માણસે ચોકીપહેરો કરતા ઊભા હતા. તેઓ જેઓને નિમંત્રણ હોય તેઓને જ, અથવા અંદર રજૂ કરવાના મનોરંજક કાર્યક્રમોની મંડળીના માણસને જ દાખલ થવા દેતા હતા. ત્યાં આગળ તો ખાસી ભીડ જ જામી હતી. કારણકે, અંદર પેસવા લોકો ભાતભાતનાં બહાનાં અથવા લાલ રજૂ કરતાં હતો. પણ પેલાઓને તાકીદના હુકમો હતા કે, રાણીજીને ખાટી ભીડ જરાય ગમતી નથી, એટલે અંદર ફાલતુ કોઈ માણસને દાખલ થવા દેવાનું નથી. છતાં લોકો જ્યારે નહોતા માનતા ત્યારે તેઓની ભીડને પાછી ધકેલવા કાંટાળા સાજવાળા ઘોડેસવારોની ટુકડી ધસી જતી. પરિણામે જે પાછો હડસેલ આવતો, તેમાં કાઉન્ટેસ છૂટી પડી ન જાય કે છુંદાઈ ન જાય, એની જ ભારે કાળજી વેૉન્ડને રાખવાની થઈ.
વેન્ડને તે કશું બહાનું ધરવાનું હતું નહિ. એટલે દરવાજા પાસે પહોંચવાનો પ્રયત્ન કરવા છતાં તે તો હવે શું કરવું એની ચિંતા કરતે ડાફાં