________________
એળે નહિ જાય!
રર૩ લેડી વિષે હું જે કંઈ જાણું છું, તે એક દિવસ બધું જ તને કહીશ જ
વળી.”
- “અને એ દિવસ બહુ નજીક જ આવવાનો છે – તું ધારે તે કરતાં બહુ વહેલો, સમજ્યો, વેૉન્ડ બચ્ચા !”
એમ કહેતે તે વીજળીની ઝડપે ત્યાંથી સરકી ગયો અને તેના રાક્ષસ મિત્રની મદદે - પડખે ઊભવા જઈ પહોંચ્યો.
ભગવાન કરે ને હું સહીસલામત આ ગઢમાંથી છૂટું તે બહુ સારું. કારણ કે, આ ભૂતના ભાઈએ જે બાબતમાં કડછો હલાવ્યો, તે પછી ભૂતને ખાવાલાયક વસ્તુ જ બની રહેવાની. માસ્ટર ટ્રેસિલિયન જો જલદી મળી જાય, તે ભગવાનની મહેર !”
પરંતુ ટ્રેસિલિયન બીજે રસ્તે કેનિલવર્થ પાછો ફર્યો હતે. વેલેન્ડે જાયું હતું તેમ તે દિવસે અર્લો સાથે એ વૉરવિક તરફ તો ગયો જ હતો. તેને પણ વેલૅન્ડ ત્યાં આવ્યો હોય તો તેની પાસેથી એમીના કંઈક સમાચાર મેળવવાની આશા હતી. પણ એમાં એ નિરાશ થવાથી, અને ઊલટો વાર્નેને લિસેસ્ટરના રસાલામાં હાજર જોઈ, તથા તે એને કંઈક કહેવા માગતા હોય એમ લાગતું હોવાથી, તે એની સાથેની મુલાકાત ટાળવા માટે, લાગ જોઈ જરા ચકરાવો લઈને બીજે રસ્તે કેનિલવર્થ પાછો આવી ગયો, અને પશ્ચિમ તરફની દીવાલમાંથી લશ્કરને છાપો મારવા નીકળવા માટે રાખેલા રસ્તે થઈને અંદર દાખલ થયો. લિસેસ્ટરે પોતાનાં સૌ માણસને અલ ઑફ સસેકસનાં માણસે પ્રત્યે ખૂબ વિનય દાખવવાની તાકીદ આપી હોવાથી, તેને તે રસ્તે અંદર દાખલ થવા દેવામાં આવ્યો.
પોતાને ઘોડે નોકરને સેપી, બગીચા તરફ તેણે થોડો વખત મન બહેલાવવા ટહેલ્યા કર્યું, પણ તેના મનમાંથી ઍમી વિષેના વિચારો કેમે ટળ્યા નહિ, એટલે કંઈક અભ્યાસમાં મન પરોવવા, મેરવિન ટાવરમાં દાદર ચડી ત્રીજે મજલે પોતાને મળેલા કમરા આગળ તે આવ્યો – તે પોતાનો કમરો અંદરથી બંધ !
પણ તેને યાદ આવ્યું કે, નાયબ-છડીદારે તેને આ ધમાલના દિવસમાં પોતાનો કમરો બને ત્યાં સુધી બંધ રાખવા અને કોઈએ અંદર પેસી કમર
અને ઇ રામર