________________
ર૫ર
પ્રીત કિયે દુઃખ હેય” એવું ગુપ્ત પ્રેમસ્થાન ઊભું કરીશ, જેની ગંધ પણ ગમે તેવી ઈર્ષાળુ અને અદેખી રાણીને કદી નહિ જાય.”
લિસેસ્ટર બધું ચૂપ રહીને સાંભળી રહ્યો, પછી નિસાસે નાખીને બેલ્યો. “ના, ના, એ બધું અશક્ય છે. પણ, ટ્રેસિલિયને આજે રાણી સમક્ષ છેક આ દેખાવ કેમ કર્યો હશે, વારુ? પોતાની પ્રેમભંગ-હૃદયભંગ દશા ઉપર રાણીજીનું સ્ત્રી-હૃદય અનુકંપા લાવે, એ માટે?”
વાને તુચ્છકારભર્યું હાસ્ય દબાવી દઈને બોલ્યો, “માસ્ટર ટ્રેસિલિયનના માથામાં એવી કશી ક૯૫ના હોય એમ હું માનતો નથી.”
એટલે? તારા કટાક્ષભર્યા હાસ્યમાં કંઈક હરામખેરી છુપાઈ હોય એમ લાગે છે.”
“મારા કહેવાનો અર્થ એટલો જ હતો કે, માસ્ટર ટ્રેસિલિયને હૃદય-ભંગ ન થવાય તે માટે ચોક્કસ ઉપાય લઈ લીધો છે. તેમના કમરામાં આજે તેમણે એક સહચરી-પ્રેમિકા કોઈ નટ-ખેલાડીની પત્ની કે બહેનને ઘાલી છે. મેં એમને મારાં કેટલાંક ખાસ કારણોને લીધે મેરવિન-ટાવરના કમરામાં જ ઉતારો આપ્યો છે, એટલે મને ખબર પડી ગઈ છે.”
“પ્રેમિકા! - રડી, એમ નું કહેવા માગે છે?”
હા, નામદાર; નહિ તે બીજી કઈ સારી સ્ત્રી કલાકો સુધી કોઈ એકલા ગૃહસ્થના કમરામાં રહે?”
વાહ, આ તો પોગ્ય સમયે અને યોગ્ય સ્થળે કહી બતાવવા જેવી વાત હાથમાં આવી. મને એ બધા ચોપડી-ચુંબક, ઢોંગી અને ચારિત્રયવાન કહેવાતા પંડિત ઉપર પહેલેથી જ અવિશ્વાસ છે. પણ માસ્ટર ટ્રેસિલિયન મારા મકાનમાં આવું કરે, એ બધું વધારે પડતું કહેવાય. હું એ બીના દેખીન દેખી કરું, તે તેણે એટલા પૂરતા મારા ણ તળે દબાયેલા રહી, કેટલીક યાદદાસ્તો ભૂલવી પડશે. મારે બને ત્યાં સુધી એને કંઈ નુકસાન પહોંચાડવું નથી, પણ તેના ઉપર બરાબર નજર રાખતે રહેજે, વાર્ને.”
મેં એટલા માટે જ એને મેરવિન ટાવરમાં ઉતારો આપ્યો છે, જ્યાં તે મારો સાવધાન – જોકે તે દારૂડિયો પણ ન હોત તો કેવું સારું- નોકર માઇકેલ લેમ્બોર્ન તેની બધી હિલચાલ ઉપર નજર રાખી રહ્યો છે. મેં એ નોકર બાબત આપ સરકારને પહેલાં વાત કરી હતી.”
“સરકાર! તે એવું સંબોધન મને શા ઇરાદાથી કર્યું વારુ?”