________________
ગાંડી પત્નીને પતિ
૨૫૩ “નામદાર, એ મારે મોઢે અજાણમાં જ આવી ગયું – છતાં એ એટલું બધું સ્વાભાવિક લાગે છે કે, હું તે પાછું ખેંચી લેવાનું નથી.”
“તને આજે નાઈટ-પદ મળ્યું તેથી તારું મગજ ફરી ગયું લાગે છે.” લિસેસ્ટર હસતા હસતા બોલ્યો; “નવાં મળેલાં માન-પ્રતિષ્ઠા નવા દારૂની પેઠે 'ઝટ મગજે ચડી જાય છે.”
“આપ નામદારને એ વાત સ્વાનુભવથી જ બોલવાની આવે. એવી મારી શુભેચ્છા છે, નામદાર.”
એટલું કહી વાને પોતાના માલિકને ગૂડ-નાઈટ વાંછી ત્યાંથી વિદાય થયો.
૨૭ ગાંડી પત્નીને પતિ
હવે આપણે મેરવિન ટાવર તરફ પાછા ફરીએ, જ્યાંના કમરામ – અથવા કહો કે બંદીવાસમાં – આપણે કમનસીબ કાઉન્ટસ ઑફ લિસેસ્ટરને મૂકી આવ્યા છીએ.
લિસેસ્ટરને પહોંચાડવા કાગળ લઈને તેણે વેલૅન્ડને મોકલ્યો, ત્યાર પછી થોડો વખત તો તેણે પોતાની અધીરાઈ અને અનિશ્ચિતતાની લાગણીને નિયંત્રણમાં રાખી. કારણકે, તે સમજતી હતી કે, પોતાને કાગળ મળશે તે પણ રાણીજીની તહેનાતમાંથી ઝટ તેના પતિથી છૂટા નહિ થઈ શકાય. જોકે તે એમ પણ માનતી હતી કે, તે પોતે આવી છે એવી ખબર પડતાં તેને પ્રિય પતિ ગમે તેમ કરીને પણ તરત દોડી આવશે! છતાં તેણે રાત પડતાં સુધી પોતાના પ્રિય લિસેસ્ટરને અપરાધી ન ગણવાને ઉદાર નિરધાર કર્યો.
પરંતુ, પાસે થઈને જતું-આવતું કોઈનું પણ પગલું રાંભળાય કે એ પગલું ઉતાવળે આવતા પોતાના પ્રિય પતિનું જ છે, એમ તે માની લેતી. છતાં ધીમે ધીમે છેવટના તેના શરીરે વેઠેલો થાક, અને તેના મને વેઠેલો