________________
મનારથનું મને રાજ્ય
૨૫૧
66
“હું એમ નથી માનતા, મારા લૉર્ડ; કાઉન્ટસ ખૂબ જ બીમાર છે.” બદમાશ !” લિસેસ્ટર બેઠા થઈ, ટેબલ પાસે રહેતી તલવાર ઉઠાવીને તારા વિચાર એ હદે જાય છે? – તું એનું ખૂન તો નહિ કરી
1
બાલ્યા,
નાખે?”
મેં એવું શું કહ્યું છે,
એટલું જ કહ્યું છે કે,
“મને આપ કેવા કે શું ગણે છો, નામદાર ? કે આપ તરવાર કાઢવા તૈયાર થયા છો? મેં તે કાઉન્ટસ બીમાર છે. અને ભલે ગમે તેવાં કાઉન્ટસ હાય, – સુંદર હોય અને વહાલાં હાય – છતાં તે મર્ત્ય તે છે ને? તે મરી જઈ શકે અને આપના હાથ ફરીથી આપના પોતાના બની શકે, એવું કહેવામાં મે વધારે પડતું શું કહી નાખ્યું, વારુ? અને હું તેા બીજી રીતેય એ વસ્તુ અશકય નથી માનતા. આપનાં ફૂટડાં-મીઠડાં કાઉન્ટસ ભલે દીર્ઘજીવી રહે – પણ તે લાંબું જીવીનેય સુખી થાય અને આપને પણ સુખી થવા દે, એ બે વાત વિરોધી નથી જ. આપ તેમના જીવવા છતાં ઈંગ્લૅન્ડના રાજા થઈ શકો.”
-
“ અલ્યા વાર્ને, નાઈટ-પદ મળવાથી તારું ભેજું ચસકયું છે શું, – જેથી આવી બેફામ કલ્પનાઓ કર્યા કરે છે?”
બીજા દેશેામાં શું આવું ગુપ્ત લગ્ન જુદા જુદા હાાનાં સ્ત્રી-પુરુષ વચ્ચે હોવું જાણ્યું નથી? – અને એવું લગ્ન પછીથી પતિને વધુ લાયક અને ફાવતી પત્ની સાથે જોડાતાં વિઘ્નરૂપ કદી નીવડતું નથી. ”
“હા, જર્મનીમાં એવા કિસ્સા બનેલા મેં સાંભળ્યા છે, ખરા.
"(
“અને પરદેશની યુનિવર્સિટીના મેાટા મેટા પંડિતા એ જાતના રિવાજને ‘જૂના-કરાર ' ધર્મગ્રંથને આધારે પ્રમાણભૂત પણ ઠરાવે છે. અને છેવટે એમાં ખાટું શું છે? આપે સાચા પ્રેમથી પ્રેરાઈને જે સુંદર સહચી પસંદ કરી છે, તેને તમારા આરામના અને વહાલના ગુપ્ત કલાકો મળતા રહેશેજ – તેની ઇજ્જત પણ સહીસલામત રહેશે – તેના અંતરાત્મા પણ નિરાંતે ઊંઘી શકશે – આપને પરમાત્માની કૃપાથી સંતિત થશે, તે તેને માટે શાહી જોગવાઈ કરી શકાય એટલી સંપત્તિ આપની પાસે છે. દરમ્યાન આપ ઇલિઝાબેથને આપના દશ ગણા ફુરસદના સમય અને દશહજાર ગણા પ્રેમ અર્પી શકો છો. માત્ર આપે આપનું મોં બંધ રાખવાની અને આપની ભમર સીધી રાખવાની જ જરૂર છે. આપ નિરાંત આપની બંને પત્નીને દૂર દૂર અલગ જ રાખી શકો છો – હું આપની પેલી ફૂટડી ગુપ્ત સહચરી માટે