________________
પ્રીત કિયે દુઃખ હેય” લિસેસ્ટરે એ વાત ચૂપ રહીને સાંભળી લીધી; પણ પરવારીને સૂવા જતા પહેલાં વાર્નેને જણાવ્યું, “આજે આખા દિવસની ધમાલથી મારી નસો હજુ ઊછળ્યા કરે છે. માટે મને ઊંઘ આવે ત્યાં સુધી પાસે જ બેસજે.”
લિસેસ્ટરે પથારીમાં સૂતા બાદ પોતાનું મોં ઢંકાય તે માટે કે પછી દીવાનું અજવાળું મોં ઉપર સીધું ન આવે તે માટે પડદો ખેંચી લીધે, અને ધીમે અવાજે પૂછ્યું -
“તો લોકો રાણીજીની મારા ઉપરની કૃપા બાબત એવું એવું ધારે છે
કેમ?”
“તેઓ જે નજરે જુએ તેને શી રીતે નકારી શકે, મારા લૉર્ડ?”
“એટલે કે તેઓ એટલે સુધી ધારે છે કે, હું ધારું તે રાણી સાથે લગ્ન કરી શકે એમ છું?”
“મારા લૉર્ડ, એ શબ્દો હું મારે મોંએ નથી બોલ્યા, એ યાદ રાખજો. પરંતુ આખા ઈંગ્લૅન્ડ દેશમાં સોએ નવ્વાણું માણસ એ જ શબ્દો બોલે
“પરંતુ એ નવાણું પછી બાકી રહેતો સોમો માણસ નથી બોલતો, એ જ સાચો છે. દાખલા તરીકે તું જ જાણે છે કે, એ બાબત બનવા આડે કેવડું મોટું વિઘ્ન છે.”
પણ નામદાર, અલાસ્કોએ આપની જન્મકુંડળી જોઈને જે કહ્યું છે, તે સાચું છે કે, આપને ચડતીને ગ્રહ તેની ચડતી ચાલુ જ રાખવાને છે; અને જે મુસીબતનો ગ્રહ છે, તે પોતાની છાયા નાખતા રહેવા છતાં છેવટે બળી જવાનો છે અથવા પાછો ખસી જવાનો છે. મુશ્કેલી છે ખરી, પણ તે આપની ઉન્નતિને રોકી શકે તેવી નથી.”
“અલબત્ત, દેશ-પરદેશમાંથી બધાની એ જ ઇચ્છા છે – કોઈ તેની વિરુદ્ધમાં નથી – સ્પેન એકલાને એમ બને તેની બીક લાગે છે, પણ તે એને અટકાવી શકે તેમ નથી – સ્કૉટલૅન્ડને સત્તાધારી પક્ષ તે પિતાની સહીસલામતી માટેય એ વસ્તુ જ ઇચ્છી રહ્યો છે – ફ્રાંસ તેની વિરુદ્ધમાં નથી – જર્મની, હૉલૅન્ડ, સ્વિટ્ઝર્લૅન્ડ એ બધા જ દેશે યુરોપની સહીસલામતી માટે એ બાબત આગ્રહ જ કરી રહ્યા છે. છતાં, તું જાણે છે કે, એ વસ્તુ બનવી અશકય છે.”