________________
અવળચંડાઈ કેાની?
૨૦૯ તેના થાકનું જ બહાનું બતાવ્યું. પણ વેલેન્ડ જેવો કસબી પોતાની મંડળીમાં આવવાથી બધા એટલા ખુશ થયા હતા કે, તેઓએ તે બાબતનો આગ્રહ રાખ્યા વિના, બંનેને ખાવા-પીવા પોતાની સાથે બેસી જવા જણાવ્યું.
અવળચંડાઈ કોની?
પાલિડે-માસ્તરની મંડળીને વિચાર, તે રાતે વૉરવિક મુકામે થોભી, પગે ચાલતાં આવતાં બાકીનાં માણસની રાહ જોઈને પછી વહેલી સવારે કેનિલવર્થ તરફ ઊપડવાને હતે. પણ દરમ્યાન વેલૅન્ડ સ્મિથને પેલા છછૂંદર ફિલબર્ટીગિબેટ એટલે કે મૂળ નામ ડિકી-સ્વજની જિજ્ઞાસા અને ઉત્કંઠા ભારે પડી ગયાં. રસ્તે ચાલતાં તે વારંવાર કાઉન્ટેસનું માં જોવા પ્રયત્ન કરતો અને પછી બાજએ નીકળી વેૉન્ડને કહ્યા કરતો – “જો દોસ્ત, તું મને છેતરે છે – આ તારી બહેન હરગિજ નથી – તેનું ગોરું ગળું અને તેની અણિયાળી કોમળ આંગળીઓ, એ લોઢાની કોઢમાં તારી સાથે જન્મેલીનાં લક્ષણ ન
હોય.”
વેન્ડે પછી કંટાળીને એક વખત તેને ધમકાવીને કહ્યું કે, “ચૂપ મર છછુંદર, તું મોટો બધું જાણવા-સમજવાવાળો ખરોને!” અને એમ કહીને તેણે હાથ ઉગામ્યો, તેની સાથે પેલો ત્યાંથી આંગળી ઊંચી કરીને ધમકી આપતે દૂર ખસ્યો અને બોલ્યો, “એમ વાત છે? તો હું પણ યાદ રાખજે - તેં મારી સાથે ભેદભાવ રાખ્યો છે અને તારી ગુપ્ત વાત મારાથી છુપાવી છે, પણ હું તને એનું ફળ ન ચખાડું તો મારું નામ ડિકી-સ્વજ નહિ!”
વેલૅન્ડને પોતાના સાગરીતના છછુંદરવેડાનો બહુ પરિચય હતો એટલે તેણે કાઉન્ટસને વાતવાતમાં સૂચવી દીધું કે, તમારે થાકનું બહાનું કાઢવું, અને
પ્રિ૦- ૧૪