________________
પ્રીત કિયે દુઃખ હેય” વાહ, તું જે ફિલબટીગિબેટ* ન હોય, તે સાચેસાચ ભૂતનું જણેલું બચ્યું જ હોવો જોઈએ !”
“ઓળખી ગયા!” પેલો છોકરો રાજી થતે બોલી ઊઠયો. વેલૅન્ડ સ્મિથનો જૂનો સાગરીત અને લૅટિન-માસ્તરનો શિષ્ય ડિકી-સ્વજ એ હતો. અને માસ્તરે ગોઠવેલા ખેલમાં ભૂતનો વેશ મેળવી તે સાચે જ રાજદરબારમાં – એટલે કે કેનિલવર્થ પધારેલાં રાણીની સમક્ષ ખેલ કરવા જ જતો હતો. પણ તેણે બંધાઈથી ઉમેર્યું, “તમારી સાથે આ બાનુ કોણ છે? તમારી બાબતમાં પૂછેલા સવાલથી તમને ગૂંચવાયેલા જોઈ, તરત હું તમારી મદદ દોડી આવ્યો; પણ આ બાનુ કોણ છે, એ બધું મને તો તમારે સાચેસાચું કહી દેવું પડશે.”
કહીશ જ વળી; પણ હમણાં તારી એ બધી પૂછપરછ બંધ રાખ. હું તારી મંડળીની સાથે જ કેનિલવ આવવા માગું છું. તું જાણે છે કે હું પણ જાદુના – હાથચાલાકીના સરસ ખેલ કરી જાણું છું; એટલે તમારી મંડળીમાં ભૂતની ખોટ નહિ પડવા દઉં.”
પણ તમારી સાથે આવનારાં આ બાનુ શો ખેલ કરશે? એ ખરેખર કોઈ ખાનદાન બાનુ જ છે; અને તમે બેટમજી એની બાબતમાં ભારે સપડામણમાં મુકાયા લાગો છો.”
અરે એ તે મારી બાપડી બહેન જ છે, તેને ગાતાં અને વીણા બજાવતાં એવું સારું આવડે છે કે સરોવરમાંથી માછલાંને પણ બહાર કાઢે !”
બસ તો અબઘડી મને આ વહેળામાંથી ગાઈ-બજાવીને માછલાં કાઢી બતાવે!”
“પણ હમણાં જ ઉતાવળ શી છે? તે આ મુસાફરીને કારણે બહુ થાકી ગઈ છે. પછી સંભળાવશે જ વળી.” પણ મનમાં ને મનમાં તેણે એ છોકરાને સારી પેઠે ગાળો ભાંડી લીધી. પછી તરત જ તે માસ્ટર હોલિડે પાસે જઈ પહોંચ્યો તથા પોતાને અને પોતાની બહેનને મંડળીમાં સામેલ કરવા વિનંતી કરવા લાગ્યો. માસ્તરે તેને જાદુના એક-બે ખેલ કરી બતાવવા કહ્યું, તે એણે એવા સિફતથી કરી બતાવ્યા કે, આખી મંડળી ખુશ ખુશ થઈ ગઈ. પછી તેની બહેનની આવડતની પરીક્ષા લેવાનું આવતાં, વેલેન્ડે
* છોકરાનું મૂળ નામ ડિકી-સ્વજ છે; પણ વેલૅન્ડ સ્મિથે પહેલેથી તેને ભૂતના ભેરુના પ્રચલિત નામે જ ઓળખાતે- સંપા..