________________
હોડ બક્યા !
રાણી ઇલિઝાબેથને ગાદીએ બેઠાં ૧૮મું વર્ષ (ઈ.સ. ૧૫૭૫) ચાલતું હતું, ત્યારે આપણી વાર્તાની શરૂઆત થાય છે.
ઑકસફર્ડથી ત્રણ-ચાર માઈલને અંતરે આવેલા કમ્મર ગામની બ્લેકબૅર' વીશી બહુ જાણીતી છે. ઓકસફર્ડ સુધીના વિદ્વાન ભેજાં તે વીશીમાં ગળાતા દારૂથી જ પોતાના મગજ પરિષ્કત કરતાં.
વીશીનો માલિક છે જાઇલ્સ ગોરિંગ. ગોળમટોળ શરીર, ઢમઢોલ પેટ, સુંદર જુવાન પુત્રી – એક સારા વીશીવાળામાં હોવાં જોઈતાં બધાં લક્ષણ તેનામાં છે.
તે જમાનામાં જ્યારે બધી મુસાફરી ગાડી-ઘોડા વડે જ થતી, ત્યારે રાજમાર્ગ ઉપર આવેલી વીશીઓ વેપારી વટેમાર્ગ-રાજદૂત એ બધા ઉપરાંત ગામના લોકોનું પણ ગપસપ અને મનોરંજનનું મિલનસ્થાન બની રહેતી. રાતે ગામના કેટલાય લોકો ત્યાં ખાવા, પીવા કે બેસવા આવે અને ત્યાં જ ગામના કે બહારના સમાચારો ભેગા થાય અને ચર્ચાય. તેમાંય વીશીવાળો કુશળ અને મળતાવડો માણસ હોય, તે તેની વીશી અચૂક એવું મથક બની જ રહે. અને જાઇલ્સ ગોલ્ડિંગ એવો માણસ હતો.
કન્ઝર ગામના લોકો પણ પોતાના વીશીવાળા જાઈસ ગોસ્લિગ વતીનું એક પ્રકારનું ગૌરવ અનુભવતા.
એ વીશીના આંગણામાં એક ઘોડેસવાર મુસાફર સાંજને વખતે આવી પહોંચ્યો.
તેને ઘોડો વીશીના નેકરે સંભાળી લીધે; અને મુસાફરને વીશીવાળાએ પોતે આવકારભર્યા શબ્દોથી નીચી છતવાળા એક વિશાળ ઓરડામાં લીધો. ત્યાં કેટલાય જણ જુદી જુદી મંડળીમાં બેઠેલા હતા – કેટલાક પીતા હતા, કેટલાક પત્તાં રમતા હતાકેટલાક વાતચીત કરતા હતા, ત્યારે કેટલાક મુસાફરો જેમને સવારે