________________
પ્રીત કિયે દુઃખ હૈય” વહેલું ઊઠવાનું હતું, તેઓ રાતનું ભોજન પરવારી નેકરને પોતાનું રાતે સૂવાનું સ્થાન પૂછવા લાગ્યા હતા.
ન આવેલો વટેમાર્ગુ મજબૂત બાંધાને તથા કદરૂપો ન કહેવાય તેવા ચહેરામહોરાવાળો હતો; છતાં તેની ચેષ્ટા, તેને અવાજ અને તેનું કુલ વ્યક્તિત્વ એવાં ન હતાં જેથી માણસ ઉપર તેની સારી છાપ પડે, અથવા કોઈ તેના પ્રત્યે આકર્ષાય. એક શબ્દમાં કહી દઈએ તો તે એક દાંડ જેવો જ દેખાતે હતો; તેની સાથે વાત કરતાં તેની “હા” માં “હા” ભરવીય મુશ્કેલ, તથા તે જે કહે તેને વિરોધ કરવો તે એથીય વધારે મુશ્કેલ.
તેના કમરપટા આગળ એક મોટી તરવાર તથા બે પિસ્તોલો લટકતી
હતી.
વીશીવાળાએ કદરદાનની ભાષામાં તેને કહ્યું, “તમે મહેરબાન પૂરેપૂરા હથિયારબંધ થઈને મુસાફરી કરતા લાગો છો!
“હા, હા, એ હથિયારો સાથે તો હું કેવા કેવા કપરા સંજોગોમાં થઈને કેવાં કેવાં સ્થળોએ પસાર થયો છું! અને હું મારા તે મિત્રોનો ઉપયોગ ન રહે, એટલે તેમને અળગા કરું એવો તમારા આજકાલના રાજેશરીઓ જેવો નથી.”
“તમે તમારા આ મિત્રો સાથે બહુ દૂર દૂર સુધી ફરી આવ્યા હશો?” - “બહુ જ દૂર દૂર સુધી વળી! સૂર્ય જ્યાં ઊગે છે ત્યાં જ તેને આથમતે હું જોઈ આવ્યો છું, એટલે કે પશ્ચિમ દિશા પૂર્વ બની જાય, એટલે દૂર હું પહોંચ્યો છે. આજકાલ તે, જે બહાર ફરે તે ચરે, એવો ઘાટ છે. સહેજ પાણી જેનામાં હોય તે બહાર જઈને શી શી કામગીરી બજાવી આવે, અને શું શું ભેગું કરી લાવે, તેની કલ્પના જ અહીં બેસી રહેનારને ન આવે. તમારા આ ગામમાંથી – તમારા પોતાનાં સગાંવહાલાંમાંથી કે પરિચિતોમાંથી કોઈ પરદેશ ગયું છે ખરું, જેની ખબર જાણવા કે પૂછવા તમે ઉત્સુક હો?”
“મારાં સગાંવહાલાંની વાત પૂછો, તો રાણી મેરીના છેલ્લા વર્ષમાં એક જણો પરદેશ ભાગી ગયો છે ખરો; પણ તે તો પાછો આવે તેના કરતાં ત્યાં જ ખોવાયેલો રહે એમ હું ઈચ્છું !”
તમને તમારા એ ભાગેડુ સગા વિષે છેવટના કંઈ ખરાબ સમાચાર ન મળ્યા હોય, તો પછી દોસ્ત, તમારે એમ ન બોલવું જોઈએ. પહેલાં