________________
રાણીની બક્ષિસ
૧૩૧ પણ મૅડમ, હું તે એ વાક્યનો અર્થ એવો સમજ્યો હતો કે, એમાં જણાવેલી સહીસલામતી વૈદોને પક્ષે છે, દરદીને પક્ષે નહિ.” - “વાહ, છોકરા, તે તો મારા શબ્દ મારા મોંમાં જ પાછા ઘાલ્યા કંઈ !” રાણી હસતાં હસતાં બોલી ઊઠયાં; “પણ મને હીજૂ ભાષા બરાબર આવડતી નથી, છતાં તારો અર્થ પણ બંધબેસતે ન જ થાય એમ નથી કહી શકતી. તો તારું નામ શું છે જુવાન, અને ખાનદાન પણ?”
“મારું નામ રેલે છે, નામદાર; ડેવોનશાયરના એ મોટા પણ સંભાવિત ખાનદાનનો નાનામાં નાનો પુત્ર છું.”
“રૅલે? જેણે આયર્લેન્ડમાં કંઈક સેવાઓ બજાવી હતી, એવું અમે સાંભળ્યું હતું, તે જ તું?”
“મેં થોડીઘણી સેવાઓ ત્યાં બજાવી હતી, નામદાર; પણ તે એવી ન હતી કે જે આપ નામદારના કાન સુધી પહોંચે.”
પણ મારા કાન તું ધારે તે કરતાં ઘણું દૂરનું સાંભળી શકે છે, એટલે નૉનમાં આઈરીશ બંડખોરોના આખા ધાડિયા સામે એક ઉતરાણનું રક્ષણ તેં કર્યું હતું એ વાત મારા કાને સાંભળી જ છે, અને બંડખોરોના તથા તારા લોહીથી આખે વહેળો લાલ લાલ થઈ ગયો હતો તે વાત પણ.”
મેં ત્યાં થોડું લોહી ગુમાવ્યું હતું, એ વાત ખરી છે, પણ તે તે જ્યાં રડાવું જોઈએ ત્યાં જ રહ્યું હતું – અર્થાત્ આપ નામદારની સેવામાં.”
રાણી થોડી વાર થોભીને બોલી ઊઠી, “દુશ્મનોને એવી ભારે લડત આપવા માટે, તથા આવું સારું બોલવા માટે, તારી ઉંમર બહુ નાની કહેવાય. પણ તે માસ્ટર્સને પાછા કાઢયા એની સજામાંથી તું છટકી નહિ શકે – તે બિચારાને નદીમાં આવતાં જતાં શરદી લાગી ગઈ છે. કારણકે, તે લંડનમાં એક વિઝિટ ઉપરથી તરતના જ પાછા ફર્યા હતા, પણ અમારો હુકમ મળતાં તે તક્ષણ ત્યાં ચાલ્યા આવ્યા હતા. તો સાંભળ, માસ્ટર રેલે, તારે તારો આ કાદવ-ખરડો જન્મો જ પ્રાયશ્ચિત્ત તરીકે હું બીજો હુકમ ન કરું ત્યાં સુધી પહેર્યા કરવાનો છે. અને આ તારા કૉલરે પહેરવા માટે હું વધારાનું આપું છું,” એમ કહી રાણીએ મહોરાની આકૃતિનું સુવર્ણજડિત રત્ન તેને
આપ્યું.
રેલે પહેલેથી જ રાજદરબારી રીત શીખીને જમ્યો હોય એમ, ભલભલા દરબારીએ ઘણા અનુભવે ન શીખી શકે એવું દાક્ષિણ્ય દાખવીને, તેણે તે