________________
“પ્રીત કિયે દુઃખ હેય” રહ્યાય રાણીજીની નહિ તે ત્યાંના શેરીફની તહેનાત ભરવી પડશે અને તે બતાવે તે કામે માણસો ભેગા કરી દોડાદોડ કરવી પડશે ”
વાર્ને, બચ્ચા, સાવધાન! હું સ્થાનિક શેરીફની તહેનાત બજાવીશ એમ?” અર્લ ત્રાડી ઊઠ્યો.
નહિ, નહિ, મારા લૉર્ડ, મને એ આખું ચિત્ર પૂરું આંકી લેવા દે. અલબત્ત, આપ શિકારે જતા હશો, બાજ વડે ચકલાં પકડવાને અદ્ભુત રસ માણતા હશો, ગામઠી સ્કવાયરો સાથે બેસી દારૂની મહેફિલ માણતા હશો –”
“ચૂપ, અક્કરમી ! ચૂપ!–”
“નહિ, નહિ, નામદાર, હજુ બીજી બાજુ બાકી રહે છે; દરમ્યાન આપને કાળમુખો હરીફ સસેકસ ઇંગ્લેન્ડ ઉપર તેમજ રાણીજીના હૃદય ઉપર સર્વતોમુખી સત્તા ચલાવતો બની રહેશે – અને હવે કલ્પના કરો કે, રાણીજીની તબિયત એકદમ બગડી – અને મહત્ત્વાકાંક્ષા કદી સ્વપ્ન પણ સેવી ન શકે એવું સ્વપ્ન સિદ્ધ થવાની શક્યતા ઊભી થઇ – તે વખતે આપને આપના ગામઠી ઘરની અંગીઠીના ધુમાડિયા હેઠળ બેસીને વિચાર નહિ આવે કે, આપે કઈ આશાઓના મિનારા ઉપરથી નાહક ધૂળમાં પડતું નાનું છે? અને તે બધું આપની સુંદર પત્નીને પખવાડિયે એક વાર કરતાં વધુ વખત નિહાળી શકો તે માટે જ? –”
બસ કર, વાર્ને, બસ કર, ! મારે હવે વધુ નથી સાંભળવું. હું રાજદરબારમાંથી નિવૃત્ત થવાની બધી વાસના અત્યારથી હંમેશને માટે તજી દઉં છું – મારી કોઈ મહત્ત્વાકાંક્ષાને કારણે નહિ જ, પરંતુ કટોકટીની પળે મારા દેશની વધુ સારી સેવા બજાવી શકું તે કારણે. દેશભક્તિએ પત્નીના પ્રેમને પાછળ મૂકવો જ રહ્યો. બસ, હું ઊપડું છું; લોકો જાગીને રસ્તાઓ ઉપર ફરતા થઈ જાય, તે પહેલાં આપણે આ પ્રદેશમાંથી વિદાય થઈ જવું જોઈએ. હું મારી લેડીની રજા લઈને જલદી આવી પહોંચું છું.”
એમ કહી અર્લ તરત અંદરના ઓરડામાં ચાલ્યો ગયો. વાને તેની પાછળ જેતે જોત ગણગણ્યો, “તમારી આ રૂપાળે ચામડે મઢેલી પૂતળીથી
* શાયર અથવા પરગણામાં રાજાના વાઇસરોય તરીકે કામ કરતો અધિકારી. તે તરફની ન્યાયને લગતી, લશ્કરને લગતી અને મહેસૂલ વગેરે આર્થિક બાબતોને લગતી સર્વ સત્તા તેના હાથમાં રહેતી. - સપ૦