________________
પ્રીતમ પધાર્યા !
“અને દરિયાને કિનારે બેસી રહી, કામદેવની સેાબતમાં શંખલાં-છીપલાં ભેગાં કર્યા કરજો ! ''
૫૭
“એટલે તું શું કહેવા માગે છે?”
“મારા લૉર્ડ, ગુસ્સે થઈ જવાની જરૂર નથી. આવી સૌંદર્યરાશીના સહવાસને જ વધુ પ્રમાણીને, અત્યાર સુધી આપ જે માટે જીવતા આવ્યા છે તેને જતું કરશેા, તો આપના કેટલાક કંગાળ નાકરોને જરૂર સેસનું પડશે. બાકી મને પેાતાને તે, આપની ઉદાર બક્ષિસાએ એવી સ્થિતિએ લાવી મૂકયો છે કે, હું તે। આપ નામદારના કુટુંબમાં જે પદે પહોંચ્યા છું, તેને છાજે તેવા એક ગરીબ રાજદરબારીનો માભો પછી પણ જાળવી રાખા શકીશ. ’
""
“તેા પછી જેમાં અંતે તને ને મને બેઉને જાનનું જોખમ રહેલું જ છે, એવી આ જોખમકારક રમત હું છેડવાના વિચાર જાહેર કરું છું, ત્યારે તું અસંતાષ કેમ બતાવે છે?”
66
“હું અસંતાષ બતાવું છું, લૉર્ડ? ના રે, ના; આપ નામદાર રાજદરબારમાંથી પીછેહઠ કરો, તેથી મારે દુ:ખી થવાપણું શા માટે હોય? પરંતુ મારા લૉર્ડ, આપે પેાતે જ એ પગલું લેતા પહેલાં વિચારી લેવાનું રહેશે ખરું કે, એ પગલું આપનાં સુખ-પ્રતિષ્ઠાને માટે હાનિકાર હશે કે લાભદાયક?”
“પણ હજુ મેં નક્કી કશું કરી દીધું નથી; તું સાચાં કારણો જણાવ, પછી હું બંને બાજુને! વિચાર કરી જોઈશ.”
“તો ઠીક, મારા લૉર્ડ, આપણે ધારી લઈએ કે, રાજદરબારમાં છેલ્લા ગુસ્સા કરીને કે છેલ્લું હાસ્ય હસીને આપ રાજદરબારથી ખૂબ દૂર આવેલા આપના કોઈ ગઢમાં નિવૃત્ત થઈને રહેવા લાગ્યા. એટલે દૂર આપના મિત્રો અને પક્ષકારોના નિસાસા પણ આપને સાંભળવા નહિ મળે, કે આપના દુશ્મનોનો મલકાટ પણ આપને જોવા નહિ મળે. અને આપણે એમ પણ માની લઈએ કે, આપને વિજેતા બનેલા હરીફ, જે મહાવૃક્ષ તેની અને સૂર્યની આડે આવી રહ્યું હતું, તેનાં ડાળાં-પાંખડાં કાપી નાખીને જ સંતોષ માનશે; અને તે વૃક્ષને પાતાને જડમૂળમાંથી નાબૂદ કરવા નહિ ઇચ્છે – અને આપે આરંભેલી કામદેવની ઉપાસનાથી સંતોષ માની, આપ આપની મેળે જ નિર્માલ્ય બની રહેશે। એમ માની લેશે. તાપણ છેવટે આપને ત્યાં દૂર રહ્યા