________________
પ્રમાણભૂત સર્ટીફિકેટ
ર૪૫ ટ્રેસિલિયનને તરત જ વિચાર આવ્યો કે, આ ચોવીસ કલાકના ગાળામાં જો મીનું એના પતિ વાર્ને સાથે કોઈ પ્રકારનું સમાધાન થઈ જાય, તો પછી એ બધો કિસ્સો પાછો રાણી આગળ ઉખેળવાથી એમીને કારમું નુકસાન થાય – તેના પતિ સાથે તેને કાયમને વિચ્છેદ થઈ જાય! અને એક સાચા પ્રેમી તરીકે પોતે તેને એવું નુકસાન કરવા કદી તૈયાર ન થાય. રાણીએ તેની દ્વિધા અને ચુપકીદી જોઈ એકદમ અકળાઈને પોતાનો પ્રશ્ન ફરીથી પૂછયો અને તાકીદે જવાબ માગ્યો. ટ્રેસિલિયન ખચકાતે ખચકાતે બોલ્યો, “અમુક સંજોગોમાં, તે પોતે એ શા માટે – શા આધારે કહે છે, તેનાં કારણો રજૂ કરી ન પણ શકે.”
રાણી એકદમ રાજા હેનીના (તેના પિતાના) સોગંદ ખાઈને બોલી ઊઠી, આ જો સીધી બેવકૂફી ન હોય, તો કેવળ પાગલપણું જ છે. અલ્યા રેલે, આ તારા મિત્રને અહીંથી એકદમ લઈ જા, નહિ તો તેની માઠી વલે થશે. આવી વર્તણુક પાગલખાનામાં જ છાજે, રાજદરબારમાં નહિ. પણ એને યોગ્ય નિયંત્રણમાં મૂકીને જલદી પાછો આવજે. જે રૂપવતીએ આવા ડાહ્યા જુવાનના મગજને આમ બરબાદ કરી મૂક્યું છે, તે અમને જોવા મળી હોત તો કેવું સારું થાત.”
સિલિયન વધુ કંઈક રાણીજીને સંબોધવા જતો હતો, પણ રેલેએ પરિસ્થિતિ સમજી જઈને તરત ધક્કાટીને તેને બ્લાઉન્ટની મદદથી બહાર લીધો. દરબાર-હૉલની બહાર લઈ ગયા પછી રેલેએ તેને અર્લ ઑફ સસેકસના રસાલાનાં માણસોને અપાવેલા ઉતારામાં લઈ જઈ, જરૂર પડે તે તેના ઉપર ચેકિયાટોનો પહેરો મૂકી દેવા બ્લાઉંટને તાકીદ કરી. કોઈ પણ સંજોગોમાં તે બહાર ન નીકળે એમ કરવા તેણે ખાસ આગ્રહ કર્યો; કારણ કે, રાણીજી એટલાં બધાં ચિડાઈ ગયાં છે કે, જે તે ફરી તેમની નજરે ચડશે, તો તેને સીધો કેદખાના ભેગો કે પાગલખાના ભેગે જ કરાવી દેશે!
પણ બ્લાઉન્ટ ભાઈને તે રાણી ઉપર પોતાના પોશાકની કંઈ અસર પડી કે નહિ એ જાણવું હતું એટલે તેણે પૂછયું, “ભાઈ રેલે, પણ રાણીજીએ હું કોણ છું એમ પૂછ્યું હતું કે નહિ? તેમણે મારા ઉપર નજર તો નાખી
હતી.”
અરે વીસ-વીસ નજર નાખી હતી, અને મેં તેમને જણાવી પણ દીધું છે કે, તું એક બહુ બહાદુર પુરુષ છે – પણ ભગવાનને ખાતર આને અહીંથી જલદી દૂર લઈ જા.”