________________
૨૪૪
પ્રીત કિયે દુઃખ હેય” જે લિસેસ્ટરની બહેનને પરણ્યો હતો, તથા કાઉન્ટસ ઑફ રલૅન્ડ, એ બંને જણે પણ અલાસ્કોની ખૂબ પ્રશંસા કરી તથા તેની પાસેથી તેમને મળેલી તેની સહીવાળી પહોંચો ઉપરથી તેના ઇટાલિયન વળાંકના હસ્તાક્ષરનો પરિચય હોવાથી તેમણે એ લખાવટ તેની છે, એમ પણ જણાવ્યું.
એટલે રાણી તરત જ બોલી ઊઠી, “માસ્ટર ટ્રેસિલિયન, હવે તે આ મામલે પતી જાય છે. અને આજે સૂતા પહેલાં બુટ્ટા સર હ્યુરોન્સર્ટ આ લગ્ન કબૂલ રાખે એવું અમે કંઈક કરી આપીશું. પણ સ્ત્રી તરીકે અમે સાચા પ્રેમના બાણથી ઘાયલ થયેલાના દરદની દયા ન ખાઈએ એમ તો બને જ નહિ, એટલે આ ઝઘડો ખામુખા ઉઠાવવાની તમે કરેલી ધૃષ્ટતા તથા તમારા આ ગંધાતા બૂટથી અમને જે તકલીફ તમે આપી છે, તે અમે દરગુજર કરીએ છીએ.”
પણ ટ્રેસિલિયન રાજદરબારમાં ચલાવાતું આવું અઠંગ જુઠ્ઠાણું સહન કરી શક્યો નહિ, એટલે તે તરત આગળ વધીને અને રાણીજીનો છેડો પકડીને બોલી ઊઠયો, “આપ જો ખરાં ખ્રિસ્તી બાઈ હો, અને તાજપેશ રાણી હો, તે આપે આપનાં પ્રજાજનોને સમાનભાવે ન્યાય ચૂકવવો જોઈએ – જેવો ન્યાય છેવટે સૌને ભગવાન પાસેથી મળે એવી અપેક્ષા હોય છે– માટે આપ આ મામલો પતાવવામાં ઉતાવળ ન કરશો – હું માત્ર ચાવીસ કલાકની મહેતલ માગું છું; અને એ મુદત બાદ એવા નક્કર પુરાવાથી આપ નામદારને પુરવાર કરી આપીશ કે, આ સર્ટીફિકેટ અને પેલી કમનસીબ યુવતી એન્થની ફોસ્ટરના ઘર, કન્નર-પ્લેસમાં બીમાર પડેલી છે, એ બધું હડહડતું જુઠ્ઠાણું છે!”
ચાલ, મારો છેડા છોડી દે –” રાણી તડૂકી ઊઠી; “આ મૂરખ ગાંડબાંડો થઈ ગયો છે કે શું?– પણ તારા ઝનૂનમાં એવું કંઈ પ્રગટ થઈ આવે છે, જેને નકારી શકાતું નથી. તે બોલ, ચોવીસ કલાકને અંતે તું આ યુવતીની બીમારીની વાત જૂઠી છે એમ પુરવાર નહિ કરે, તો હું શું કરશે?”
“હું શિરચ્છેદ માટે મારું માથું જલ્લાદના કુહાડા નીચે ધરી દઈશ.” ટ્રેસિલિયને જવાબ આપ્યો.
ધતું! ઇંગ્લૉન્ડમાં કોઈ શિરછેદ થાય તો તે અંગ્રેજી કાયદાથી ન્યાયની રીતે થયેલી સજા અનુસાર જ થઈ શકે. પણ હું કહું છું તે સમજવાની તારામાં તાકાત રહી હોય તો સાંભળ – તું જો નારી આ કોશિશમાં નિષ્ફળ જાય, તે તે શા માટે એ કોશિશ કરી હતી તેનું કશું વાજબી અને તર્કસંગત કારણ મને દર્શાવી શકીશ?”