________________
નવા વેશ – નવી કામગીરી
૧૫૯
પુરુષનું મળ્યું છે; એટલે તે પેાતાની જાત ઉપર કાબૂ રાખી ગમે તેવી મૂર્ખાઈ કરી બેસતી નથી. તે પ્રેમ-પત્રો, અરે પ્રેમ-કાવ્યોની લેવડદેવડ કરશે; અરે પ્રેમની આખરી કક્ષા સુધી વાત વધવા દેશે, પણ પછી એકદમ તાળું ! ”
66
પણ તે જો પત્ની બનવા તૈયાર ન થાય, અને માત્ર પ્રેમિકા જ બની રહે, તા એ વસ્તુ તો આપ નામદારના વિશેષ લાભની વાત ન થઈ? કારણકે, આપને પત્ની તો છે જ–માત્ર તે પત્નીએ કમ્નર-પ્લેસ જેવી જગાએ ગુપ્તવાસમાં રહ્યા કરવું જોઈએ. ”
“ બિચારી ઍમી! એને કાયદેસરની પત્ની તરીકે બહાર આવવાની કેટલી બધી ઉત્કંઠા છે? '
“ પણ નામદાર, એમની એ ઇચ્છા બુદ્ધિયુક્ત કહી શકાય ? તેમને ધર્મ-વિધિપૂર્વક આપનાં પત્ની થવું હતું, તે વસ્તુ આપે કબૂલ રાખી; એટલે તે હવે આપનાં માનવંત અને પ્રિય પત્ની બન્યાં જ છે. આપ નામદારને જ્યા૨ે અગત્યનાં કામેામાંથી ફુરસદ મળે, ત્યારે આપ તેમને મળતા પણ રહો છે. તે એમના જેવાં વહાલસોયાં અને કહ્યાગરાં પત્નીએ આપનું હિત વિચારી અમુક છાયામાં રહેવા કબૂલ થવું જ જોઈએ. અને લિડકોટ-હૉલમાં તેમના બાપને ત્યાં તે જે ઓછાયામાં હતાં, તેથી વધુ છાયા આ નથી
"
૪.
66
તારી વાતમાં કંઈક વજૂદ તા છે જ; પરંતુ રાણીએ તેને કેનિલવર્લ્ડમાં રજૂ કરવાનું ફરમાવ્યું છે તેનું શું થશે, વારુ?”
“એ મુદ્દા બાબત મને જરા શાંતિથી વિચાર કરવા દેજો, નામદાર. રાણીજી તથા નામદાર કાઉન્ટસ બંનેને સંતાષ થાય, અને છતાં બધી વાત ગુપ્ત રહે, એવી એક યાજના હું તૈયાર કરી રહ્યો છું. – પણ હાલ તુરતને માટે હવે આપ નામદારના કાંઈ વિશેષ હુકમ છે?”
-
“કંઈ નથી; પણ જતા પહેલાં તું મારી પેલી લેાખંડી કાસ્કેટ૧ ટેબલ ઉપર મૂકતા જા; તથા હું બોલાવું કે તરત હાજર થઈ શકે, એટલેા નજીકમાં જ રહેજે.”
૧. જર ઝવેરાત રાખવાની નાની મજબૂત પેટી. = સપા૰