________________
સેયઝ-કેર્ટ તરફ
૧૧૧ છેવટે તેઓ લંડન આવી પહોંચ્યા. ટ્રેસિલિયનને ઇરાદો ડેપ્ટફર્ડ સીધા જવાનો હતો. લૉર્ડ સસેકસ ગ્રીનવીચ મુકામે રહેતાં રાણી ઇલિઝાબેથના રાજદરબારની નજીક રહેવા ખાતર ત્યાં જ રહેતા હતા. છતાં વેલેન્ડ સ્મિથના આ ગ્રહથી ટ્રેસિલિયનને લાંડનમાં થોડું રોકાવું પડયું.
વેલેન્ટે શહેરમાં જરા આંટો મારી આવવા પરવાનગી માગી, એટલે ટ્રેસિલિયન પણ તેની સાથે જ નીકળ્યો. કારણકે, ઇલિઝાબેથ રાણીના દરબારમાં આગળ આવવા માટે પ્રતિસ્પર્ધી જૂથો વચ્ચે બહુ તીવ્ર હરીફાઈ ચાલતી હતી, તેવે વખતે સાવચેત રહેવું સારું. વેલૅન્ડે તેને કહ્યું કે, ફ લીટ-સ્ટ્રીટમાં જડીબુટ્ટીઓવાળા કે દવાવાળાઓની દુકાને પોતે થોડી ઔષધિઓ ખરીદવા જવા માગે છે.
તે પ્રમાણે ચાર કે પાંચ દુકાનોમાંથી વેલૅન્ડે જુદી જુદી એક એક ચીજ જ જુદા જુદા પ્રમાણમાં ખરીદી. શરૂઆતમાં તો જે વસ્તુ તે માગતે તે તરત મળી જતી. પણ પછી ટ્રોસિલિયને જોયું કે, વેલેન્ડ જે વસ્તુ માગતો તેનું નામ સાંભળી દુકાનદારો કાં તો આશ્ચર્ય પામતા અથવા જે વસ્તુ તેઓ આપતા, તે બનાવટી છે કે ખોટી છે, એમ કહી વેલૅન્ડ સાચી વસ્તુ કઢાવતો અથવા બીજે શોધવા જતો. પણ એક ચીજ તે કેટલુંય રખડવા છતાં ક્યાંય મળી નહિ. કેટલાક દવાવાળાઓએ તો એવો જ જવાબ આપ્યો કે, તેમણે એ વસ્તુનું નામ જ પહેલી વાર સાંભળ્યું તો કોઈકે એમ પણ કહ્યું કે, એ નામની કોઈ વસ્તુ છે જ નહિ; માત્ર કેટલાક ધૂની કીમિયાગરોના મગજમાં જ એ વસ્તુ અસ્તિત્વ ધરાવે છે! કેટલાક દુકાનદારો વેૉન્ડને એ જ વસ્તુના ગુણવાળી બીજી પ્રતિનિધિરૂપ વધુ સારી ઔષધિ ધરતા અને તે ખરીદવા માટે તેને ખૂબ આગ્રહ કરતા. બધા જ એ વસ્તુ તેને શા માટે જોઈએ છે, એ જાણવા ઇંતેજારી ધરાવતા, છેવટે એક સામાન્ય લાગતા દુકાનદારે વેલૅન્ડને એવો જવાબ આપ્યો કે, લંડનમાં તો એ વસ્તુ કોઈની પાસે મળવી મુશ્કેલ છે, સિવાય કે યહૂદી યોગ્સન પાસે બચીકૂચી હોય તો હોય.
“હું એમ જ ધારતો હતો,” એમ કહી વેલૅન્ડ બહાર નીકળ્યો અને સિલિયનને કહેવા લાગ્યો કે, “માફ કરજો, નામદાર, પણ દરેક કસબીને પોતાનાં ઓજાર તો જોઈએ જ. આપણે આ યોગ્લન પાસે જવું જ પડશે. આપને રખડામણ થાય છે, પણ એ વિરલ ઔષધને હું જે ઉપયોગ કરીશ, તેથી આપને એ બધી રખડામણનો બદલો વળી ગયેલો લાગશે.”