________________
૧૧૨
૧૧૨
પ્રીત કિયે દુઃખ હેય” પછી વેન્ડ જ ઊંડી ગલી કૂંચીઓને માહિતગાર હોય તેમ ટ્રસિલિયનને હવે દોરી જવા લાગ્યો. છેવટે થેમ્સ નદી આગળ જ પૂરી થતી એક સાંકડી ગલીની અધવચ જઈ પહોંચતાં, મોચીને માંડવો હોય તેમ કેનવાસથી ઢાંકેલી એક સામાન્ય દુકાન આગળ તેઓ જઈને ઊભા રહ્યા. પેલા યહૂદીએ વેલૅન્ડને લળી લળીને પૂછયું કે, શી વસ્તુ જોઈએ છે. વેલેંન્ડે પેલી ઔષધિનું નામ દીધું કે તરત પેલો યહૂદી ચક્યો.
અને એ ઔષધનું આપ શું કરશો, ભલા? ચાલીસ વર્ષથી હું આ દુકાન ચલાવું છું પણ પહેલી વાર એ વસ્તુ માગનાર કોઈ આવ્યું !” યહૂદીએ જવાબ આપ્યો.
એ સવાલને જવાબ આપવાની મારે જરૂર નથી. મારે તો એટલું જ જાણવું છે કે, એ વસ્તુ તમારી પાસે છે કે નહિ, અને હોય તો તમારે વેચવી છે કે નહિ?”
“ભલા ભગવાન, એ વસ્તુ હોવા બાબત તો મારો જવાબ છે કે, એ વસ્તુ મારી પાસે છે; અને વેચવાની બાબતમાં તે દવા વેચવાને જ મારો ધંધો હોઈ, હું વેચીશ જ.” પણ તેણે ઉમેર્યું કે, “તેની કિંમત ઘણી બેસશે – સોનાની ભારોભાર કિંમત આપીને તે મેં જ તે ખરીદી છે– સિનાઈ પર્વત ઉપર જ એ છોડ ઊગે છે અને સે વર્ષે એક વખત જ એ ફૂલે છે.” એમ કહી યહૂદીએ એક ભૂકી કાઢી બતાવી.
વેલેન્ડે તરત જ કહી દીધું, “આ જે કચરો તે આપ્યો છે, તે ઔષધિ તે અલેપ્પો ગઢની ખાઈમાં કોઈ પણ દિવસે ચૂંટી શકાય છે.”
તમે મહેરબાન, બહુ ભખાબોલા માણસ લાગો છો; મારી પાસે આથી બીજી કોઈ વસ્તુ નથી – અને હોય તો પણ કોઈ સારા વૈદના હુકમ વિના કે પછી તમે એનું શું કરવા માગો છો એ જાણ્યા વિના હું તમને તે ન જ આપું.”
- વેલેંડે એવી ભાષામાં ટૂંકો જવાબ આપ્યો, જેનો એક શબ્દ પણ ટ્રેસિલિયનને ન સમજાયો, પણ પેલા યહૂદી ઉપર તેની ચમત્કારી અસર થઈ; અને તેણે તરત નીચા વળી પડીને વેલૅન્ડને પોતાની દુકાનમાં અંદર પધારવા વિનંતી કરી.
ત્યાર બાદ તેણે ચાવીઓનું ઝૂમખું લઈ, એક ગુપ્ત ખાનું ઉઘાડ્યું, અને તેમાંથી કાળી ભૂકી જેવું કશુંક કાઢીને વેલૅન્ડને બતાવ્યું.