________________
સેઝર્ટ તરફ
૧૧૩ વેલેન્ટે ત્રાજવાં મંગાવ્યાં. પેલો યહૂદી જે ચાલુ ત્રાજવાં લાવ્યો તે વેલેન્ટે એમ કહીને નકાર્યું કે, “પવિત્ર વસ્તુઓ ખોટાં ત્રાજવાંથી તેળીએ તો તેમનો ગુણ ચાલ્યો જાય છે, એ તો તું બરાબર જાણે છે. માટે જે ખાસ સાચાં ત્રાજવાં છે, તે કાઢ!”
યહૂદીએ પોતાનું માથું એક બાજુ ઢાળી દીધું અને નછૂટકે કાઢતે હોય એમ એક પોલાદી પેટીમાંથી એક ખાસ ત્રાજવાં કાઢ્યાં. વેલૅન્ડે બે ડ્રામ વજનની ભૂકી તળાવી અને પછી તેનું પડીકું વાળીને ખીસામાં મૂકતાં મૂકતાં તેની કિંમત પૂછી.
“આપની પાસેથી કશી કિંમત લેવાની નથી; માત્ર ફરી એક વાર મારે ત્યાં પધારી મને મારા પ્રયોગમાં કંઈક માર્ગદર્શન આપજો. મેં મારાં હાડમાંસ એ પ્રયોગ પાછળ સૂકવી નાખ્યાં છે.” - વેલેન્ડે ડોકું હલાવી એની વાત કબૂલ રાખી, અને પછી સિલિયન સાથે તે પાછો ફર્યો.
ટ્રેસિલિયને તેને કહ્યું, “તેં ભાઈ, એ યહૂદીને કંઈકે કિંમત કેમ ન આપી?”
“હું એને કિંમત આપું? નામદાર, એની પાસે આખી શેરીને સેને મઢી શકે અને છતાં તેની તિજોરીમાંથી તે જરાય ઓછું થયેલું ન લાગે, એટલું બધું સેનું છે. ને હજુ પારસમણિ શોધવાના ફાંફાં માર્યા કરે છે! પણ હવે આ દવા આપણા હાથમાં આવી છે, એટલે આપણે ગમે તેવા ઝેરની મારણ દવા તૈયાર કરી શકીશું. યોગ્લન પાસેથી મળેલી ભૂકીને અભાવે જ, એવી અસરકારક દવા કોઈથી બનાવી શકાતી નથી.”
પણ તે બધી દવાઓ એક જ જગાએથી કેમ ન ખરીદી? બધે રખડવામાં નકામો કેટલો બધો વખત બગાડ્યો?”
નામદાર, મારો નુસખો કોઈએ જાણવો ન જોઈએ. અને એક જગાએથી બધું ખરીદું, તે આ નુસખો ખુલ્લો થઈ જાયને?”
ઉતારે જઈ, વીશીવાળાના રસોઈયા પાસેથી ખાંડણી-પરાઈ લઈ વેલેન્ડ બધાં ઔષધો યોગ્ય પ્રમાણમાં ભેળવીને ખાંડી લીધાં. પ્રિ૦-૮