________________
પ્રીત કિયે દુઃખ હોય'
દરમ્યાન સ્ટીવન્સે ત્રણેના ઘેાડા તૈયાર કરાવી દીધા હતા. અને તેઓ ઘેાડી જ મુસાફરી બાદ ડેપ્ટર્ડ નજીક લૉર્ડ સસેસના ગઢ-ભવન સેવ્ઝ-કોર્ટ પહોંચી ગયા.
૧૧૪
ઈલિઝાબેથ તેની સ્રીસુલભ પ્રકૃતિ મુજબ, ભાગલા પાડીને રાજ્ય કરવાની નીતિ અનુસરતી હતી. રાજ્યના હિતની દૃષ્ટિએ અથવા પેાતાની ધૂન મુજબ તે બે હરીફ માનીતાઓ વચ્ચે સમતુલા જાળવી રાખીને પેાતાના હાથ ઊંચા રાખતી. એક હરીફને બીજાની સામે ભિડાવવો, અને તે પાછ પેાતાને તેની મહેરબાનીમાં આવી ગયેલા માની વધુ પાવરધો બનતા જાય, ત્યારે સામા પક્ષને થોડા ઊંચા આવવા દઈ પેલાની લગામ ખેંચી પકડવી, એ કળા તેને બરાબર આવડતી હતી.
આજકાલ અર્લ ઑફ સસેકસ અને અર્લ ઑફ લિસેસ્ટર રાણીની મહેરબાનીના બે પ્રબળ હરીફો હતા. સસેકસ રણમેદાનમાં શૂરો હતા, અને આયર્લૅન્ડ તથા સ્કૉટલૅન્ડમાં તેણે બહુ સારી કામગીરી બજાવી હતી; – ખાસ કરીને ૧૫૬૯ના ઉત્તર પ્રદેશનો મોટો બળવો તે તેની યુદ્ધકુશળતાથી જ દબાવી શકાયો હતા. એટલે સ્વાભાવિક રીતે લશ્કરી કામગીરી બજાવીને આગળ આવવા ઈચ્છતા સૌ દરબારીએ તેની આસપાસ જ ભેગા થતા. ઉપરાંત અર્થ ઑફસસેકસ લિસેસ્ટર કરતાં વધુ જૂના તથા પ્રતિષ્ઠિત ખાનદાનમાંથી ઊતરી આવેલા હતા. ત્યારે લિસેસ્ટરના દાદા તો હેન્રી-૭ ના અત્યાચા૨ી કારભારી તરીકે બદનામ થયા હતા અને તેના પિતા જૉન ડડલી (ડયૂક ઑફ નૉર્ધમ્બૉન્ડ)-ને તો ટાવર-હીલ ઉપર ૨૨-૮-૧૫૫૩ના રોજ શિરચ્છેદ થયા હતા. પરંતુ લિસેસ્ટરમાં સ્ત્રીજાતિને પસંદ આવી જાય તેવાં વ્યક્તિત્વ, સુંદર ચહેરા-મહારા, અને વાક્ચાતુર્ય વિશેષ હતાં; અને તેથી યુદ્ધકુશળતા, ઊંચું ખાનદાન વગેરે બાબતામાં તે અર્લ ઑફ સસેકસથી ઊતરતા હાવા છતાં રાણી આગળ વધુ ફાવી ગયા હતા. જોકે ઇલિઝાબેથ બંનેમાંથી કોઈ પેાતાનું વિશેષ કૃપાપાત્ર મનાઈ માથાભારે ન થઈ જાય તેની કાળજી રાખતી. પરંતુ સસેકસની બીમારીને કારણે લિસેસ્ટરના સિતારો રાજદરબારમાં બુલંદ થતા જવા સંભવ, એટલે બંનેના અનુયાયીઓમાં એક પક્ષે નિરાશા, * તાના પુત્ર લોડ ગિલ્ડફડ° ડડલી સાથે પરણાવેલી કેડી જેન ગ્રેને તેણે એડવર્ડ-૬ પછી રાજગાદીએ બેસાડવા પ્રયત્ન કર્યા હતા. સપા
*