________________
ફરી પાછું ઘડાવૈદું ?
- ૧૨૩ આટલી કાળજી દાખવ્યા બદલ મારા તરફથી ધન્યવાદ નિવેદિત કરી, રાજવૈદજીની સેવાઓનો શા કારણે હું લાભ ઉઠાવી ન શક્યો, તે વાત બરાબર જણાવજે.”
- “જહાનમમાં જાય, ” બ્લાઉટ દાદરો ઊતરતાં ગણગણ્યો; “આના કરતાં તો લિસેસ્ટરને પડકાર સંભળાવવા જવાનું હોત તો તે બંદાને ફાવત; પણ રાણીજી સમક્ષ જઈ, મધ અને માખણ ચોપડેલા મીઠા શબ્દોમાં બોલવાનું આપણને ન ફાવે! તો ચાલો ભાઈ ટ્રેસી, અને હું પણ અક્કલ-મથા વૉલ્ટર મારી સાથે ચાલ; કારણકે, તારે કારણે આ બધી માથાકૂટ ઊભી થઈ છે, એટલે તું જ તારી ચબરાક જીભથી આ સંદેશો રાણીજીને સંભળાવવાનું મારું કામ કરી આપજે.”
જરાય ગભરાશો નહિં; હું બધું બરાબર પાર પાડી આપીશ; પણ જરા મારો જન્મે જઈને લઈ આવું.” વૉલ્ટરે કહ્યું.
પણ તારા ખભા ઉપર તે જન્મે છે!” બ્લાઉંટે કહ્યું, “તું ગાંડોબાંડો થઈ ગયો છે કે શું?”
અરે એ તો ટ્રેસીને જૂન જન્મે છે. કોઈ દરબારી માણસ જાય એમ ન જવાનું હોય, તે હું તારી સાથે આવવાને નથી.”
પણ તારી એ બધી ટાપટીપથી ત્યાં કોઈ ખવાસ કે પહેરેગીર જ અંજાશે; બીજું કોણ જાવાનું છે?” બ્લાઉંટ ઘૂરક્યો.
“મને એ ખબર છે; પણ મારો પોતાનો જન્મે લીધા વિના તથા પગથી માથા સુધી બ્રશ ફેરવી લીધા વિના હું તારી સાથે આવવાનું નથી, એ નક્કી.”
“ઠીક, પણ ભગવાનને ખાતર ઉતાવળ કર, એટલે બસ!”
અને થોડી જ વારમાં તેઓ હોડીમાં બેસી થેમ્સ નદી ઉપર થઈને ગ્રીનવીચ તરફ જવા લાગ્યા. સૂર્ય પૂર તેજમાં જળહળી રહ્યો હતો. '
પણ પાસે જતાં જ માલૂમ પડયું છે. રાણીજીનું ક્રીડાના ધક્કા આગળ તૈયાર ઊભું હતું, અને રાણીજી મહેલમાંથી પધારે તેની રાહ જોઈ રસાલાનાં માણસો સુસજજ ગોઠવાઈને ઊભાં હતાં.
ચાલો ભાઈ, પાછા ફરીએ! અને અલને ખબર આપી દઈએ ! આટલી વહેલી સવારે રાણીજી બહાર નીકળે એ કંઈ સારાની નિશાની નથી.” બ્લાઉન્ટ બોલી ઊઠ્યો.