________________
૧૨૪
પ્રીત કિયે દુઃખ હેય” “ભલા માણસ, આપણે શાના સમાચાર અર્લને આપવા પાછા દોડી જવું છે? આપણે તો હજુ માત્ર એક નાવડી દેખી છે અને માણસોની રૂડીરૂપાળી વર્દી અને હથિયારો જોયાં છે! આપણે તે આપણો સંદેશો કહીને રાણીજી જવાબમાં શું કહે છે, તે સાંભળીને પાછા ફરીશું.” વૉલ્ટર બોલી ઊડ્યો.
તેણે પોતાની હોડી મુખ્ય ધક્કાથી જરા દૂર લાંગરાવી, અને પછી તે તરત કિનારા ઉપર કૂદી પડયો. બ્લાઉન્ટ અને ટ્રેસી પણ ના-મનથી તેની પાછળ પાછળ ચાલ્યા.
તેઓ મહેલના દરવાજા પાસે પહોંચ્યા ત્યારે તેમને સારજંટ પહેરેગીરોએ એમ કહીને રોક્યા કે, રાણીજી બહાર નીકળવાની તૈયારીમાં છે, એટલે કોઈથી હવે અંદર જઈ શકાશે નહિ. આ લોકોએ અર્લ ઑફ સસેકસનું નામ દીધું, છતાં સારજંટે તેમને જવાબ સંભળાવી દીધો કે, મને અહીંથી કોઈને પણ અંદર ન દાખલ થવા દેવાનો હુકમ મળી ગયો છે, એટલે હવે હું શ્રોફને અંદર જવા દેવાનો નથી.
બ્લાઉન્ટ તરત બોલી ઊઠયો, ભાઈ, વૉલ્ટર, મેં તને પહેલેથી જ કહ્યું હતું; હવે અહીં થોભવાની શી જરૂર છે? આપણે જલદી આપણી હોડીમાં બેસીને નીકળી જઈએ, નહીં તો નાહક રોકાઈ રહેવું પડશે.”
“રાણીજીને બહાર નીકળતાં જોયા વિના હું અહીંથી ખસવાને નથી.” પેલા જુવાનિયાએ શાંતિથી જવાબ આપ્યો.
“તું પાગલ થઈ ગયો છે કે શું?” બ્લાઉન્ટે કહ્યું.
અને તું અચાનક કાયર થઈ ગયો છે કે શું? તને મેં વીસ વીસ આઈરીશ શરમાઓને એકલે હાથે સામનો કરતો જોયો છે, અને અત્યારે હવે તને એક સુંદરીની ઊંચી ચડેલી ભમરની બીક લાગે છે?”
પણ એ જ વખતે દરવાજે ઊઘડયો અને પંક્તિબંધ છડીદારો બહાર નીકળ્યું. તેમની આગળ અને જુએ સંરક્ષકની ટુકી હતી ત્યાર થી લૉ અને લેડીઓથી ઘેરાયેલી રાણી ઇલિઝાબેથ પોતે નીકળી – જોકે બધી બાજથી બધાં તેને જોઈ શકે એમ જ તેઓ તેની આસપાસ ગોઠવાયેલાં હતાં.