________________
સેનું વરસવા લાગે છે!
૨૯ પછીતને બારણે જઈ પહોંચ્યો – જ્યાંથી ખુલ્લા મેદાનમાં જ નીકળી શકાતું હતું.
ટ્રસિલિયન ત્યાં જઈને થોભી ગયો. આ બારણે તે તાળું રહેતું હશે, એટલે ત્યાં થઈને બહાર નીકળવું શી રીતે? પરંતુ તેને અહીંથી વહેલામાં વહેલી તકે નીકળીને આ ખોવાયેલી-ભટકેલી છોકરીના બાપને જલદી જઈને મળવું હતું અને આ છોકરી અહીં છે એવી ખબર આપવી હતી – જેથી દેશના કાયદાનું ઉલ્લંઘન કરી ઉપાડી જવાયેલી એ છોકરીને એ જાતની ફરિયાદ કરીને તે પાછો કબજો મેળવી શકે. એ સિવાય એને અહીંથી છોડાવવાનો બીજો રસ્તો ન હતો.
ટ્રેસિલિયન એ બારણું ઉઘાડી નાખવાનો અથવા દીવાલ ઠેકીને બહાર જવાનો કાંઈ રસ્તો હોય તો તે અજમાવવા જતો હતો, તેવામાં બહારથી કોઈએ બારણાની કળમાં ચાવી ઘાલી હોય એવો અવાજ આવ્યો. અને થોડી વારમાં તે બારણું ઊઘડતાં ઘોડેસવારીના જન્માથી પૂરેપૂરો ઢંકાયેલો એક માણસ અંદર દાખલ થયો. તેણે માથા ઉપરનો ટોપો પણ અર્ધો ચહેરો ઢંકાઈ જાય તે રીતે નીચે લાવી દીધો હતો.
સિલિયન અને તે બંને એકબીજાની નજરોનજર થયા કે તરત જ બંને જણ નવાઈ અને ગુસ્સાભર્યા અવાજે એક પછી એક બોલી ઊઠયા, “વાને?” – “ટેસિલિયન?” - વાર્ને એ દિમૂઢતાની ક્ષણ પતી ગઈ એટલે તરત ટ્રેસિલિયનને પૂછ્યું,
“તું અહીં કયાંથી, જ્યાં તારી હાજરીની કોઈ અપેક્ષા પણ રાખતું નથી કે તેને ઇચ્છતું પણ નથી?”
હું પણ એ જ પૂછું છું કે, હું અહીં શા માટે આવ્યો છે? ગીધ જેમ ઘેટાના બચ્ચાની આંખો ચૂંટી કાઢયા પછી તેના મડદાને ચૂંથવા આવે, તેમ જે નિર્દોષતાને તે બરબાદ કરી છે, તેને માણવા જ આવ્યો છેને? ચાલ, કૂતરા, તૈયાર થઈ જા!”
એમ બોલતાંમાં તે ટ્રેસિલિયને તરવાર ખેંચી, પણ વાર્નેએ તો પોતાની તરવારની મૂઠ ઉપર જ હાથ મૂકીને કહ્યું, “પાગલ થા મા, ટ્રેસિલિયન; હું કબૂલ કરું છું કે, બહારથી ઉપરચોટિયા નજરે જોતાં હું દોષિત લાગું, પણ માણસ લઈ શકે એવા કોઈ પણ સોગંદથી હું એમ કહેવા માગું છું કે, શ્રીમતી ઍમી રોબ્સર્ટને મારા હાથે કશી હાનિ પહોંચી