________________
સચ્ચાઈ અને વટને રાહ અપનાવે
૨૬૭ બોલવા-ચાલવા ઉપરથી અમે જે કંઈ કહ્યું, તે ઉપરથી ખોટું લાગ્યું છે; પણ એણે કહેલી વાત સાંભળી અમને તમારા ઉપર ખોટું લગાડવાને હક હતો જ; છતાં અમે એ બાબતમાં માફી માગવાની પહેલ કરવા તૈયાર છીએ.”
લિસેસ્ટરે તંગ થયેલી ભમરો કોશિશ કરીને સીધી કરી અને હૃદયમાં ગમે તેવું ઘમસાણ મચેલું હોવા છતાં, બહારથી પ્રસંગોચિત બોલતાં જણાવ્યું, “માફી આપવાનો આનંદ હું તે લઈ શકે તેમ નથી; કારણકે, માફી આપવાને મને હુકમ કરનાર મારો કશો અપરાધ કરી શકે તેમ નથી.”
રાણીને એ જવાબથી સંતોષ થયો, અને તેમણે કાર્યક્રમ પ્રમાણે શિકારે નીકળવાનો આદેશ આપ્યો.
૨૮ સચ્ચાઈ અને વટને રાહ અપનાવે
- સવારની શિકાર-પાર્ટી આનંદભેર પતી ગયા બાદ જ લિસેસ્ટરને એકાંતમાં વાર્નેને મળવાનો સમય મળ્યો. ત્યારે તેણે તેની પાસેથી કાઉન્ટસ કેવી રીતે નાસી છૂટી હતી એનો ફોસ્ટરે આપેલો અહેવાલ સાંભળ્યો. કાઉન્ટેસ પોતાના કબજામાંથી નાસી છૂટવાથી પોતાને માથે શું શું વીતશે એના ડરનો માર્યો ફેસ્ટર પોતે એ સમાચાર આપવા દોડી આવ્યો હતો.
અલબત્ત, વાને એ કાઉન્ટસને પોતે હળવું ઝેર આપીને બીમાર પાડવા પેરવી કરી હતી, એ વાત ન કહી. લિસેસ્ટરે એમ જ માની લીધું કે, કાઉન્ટસે પોતાના પદનો વૈભવ ધારણ કરીને જાહેરમાં દેખા દેવાની અધીરાઈને કારણે જ આ રીતે એની કડક આજ્ઞાનું ઉલ્લંઘન કરીને તેને ઈલિઝાબેથ સમક્ષ જોખમકારક પરિસ્થિતિમાં મૂકી દીધો છે!
તેણે કહ્યું, “ડેવોનશાયરના એક નાચીઝ સદગૃહસ્થની પુત્રીને મેં ઇંગ્લેન્ડમાં સૌ કરતાં વિશેષ પ્રતિષ્ઠિત નામ આપ્યું. તથા તેને મારી શય્યાની