________________
૧૫૬
પ્રીત કિયે દુઃખ હેય” વિશેષ રાખવી. તેમની બીમારીનું કારણ હોવાથી આ બધે પરહેજ તે ત્યાં પણ પાળી શકશે.”
અને તું હવે કયાં જવા માગે છે?”
“ફ્રાન્સ, સ્પેન, વેસ્ટ કે ઇસ્ટ ઇંડિયા વગેરેમાંથી ગમે ત્યાં હું ચાલ્યો જઈશ; પણ ડોબુબી ઉર્ફે ડેમેટ્રિયસની નજીકમાં તો નહિ જ રહું.”
તું અહીંથી ખસવા માગે તે પહેલાં જ મેં બર્કશાયર તરફ મારો એક ગુપ્ત સંદેશો લઈને તને મોકલવા વિચાર કર્યો હતો.”
તે અહીંથી દૂર ખસી શકાય એવા કોઈ કામે તો મને તમે જરૂર લઈ શકો છો, તેમજ મારી વફાદારી ઉપર પૂરો ભરોસો રાખી શકે છે.”
ટ્રેસિલિયન પિતે રાજદરબારમાં શા કામે આવ્યો હતો, તેની થોડીઘણી ખબર તો વેલૅન્ડને પડી જ ગયેલી હતી, એટલે ટ્રેસિલિયને તેને બધી જ વાત વિગતે કહી સંભળાવી; અને કમ્મર ગામે વીશીવાળા જાઈસ ગોસ્લિગ સાથે માહિતી અને સંદેશાની આપ-લેની જે ગોઠવણ પોતે કરેલી હતી તે કહીને, આજે રાજદરબારમાં વાર્નેએ એમી સાથેના પોતાના લગ્નની જે વાત રજૂ કરી હતી તે, તથા લિસેસ્ટરે તે વાતને ટેકો આપ્યો હતો એ વાત પણ કરી. તથા પછી જણાવ્યું –
“ તું હવે સમજી શકશે કે, હું જે સંજોગોમાં મુકાયો છે તેમાં મારે વાને તથા એના મળતિયા ફેસ્ટર અને લેમ્બૉર્ન જેવા સિદ્ધાંત વગરના માણસોની હિલચાલ ઉપર કડક નજર રાખવી જોઈએ. લિસેસ્ટરને પણ હું એ બાબતમાં ઇશ્ક નિર્દોષ નથી માનતો – તે પણ પેલાઓ વડે માત્ર છેતરાતા જ હોય એમ મને નથી લાગતું. એટલે તું આ મારી સંકેત તરીકેની વીંટી લઈને જાઈલ્સ ગર્લીગ પાસે જા. ઉપરાંત આ સોનૈયા છે – જો તું મારી વફાદારીપૂર્વક સેવા બજાવીશ, તો હું એથી બીજા ત્રણગણા વધુ આપીશ. માટે તું કમ્નર જઈને, આ લોકો હવે આગળ શાં પગલાં ભરે છે, તેની બારીક તપાસ રાખતો રહે.”
- વેલેંન્ડે પછી અર્લ ઑફ સસેકસ પાસે જઈ, તેમને રોજ લેવાની દવાનું યોગ્ય પ્રમાણ બતાવ્યું, તથા ખાન-પાનમાં કેવી સાવચેતી રાખવાની છે, તે તેમના વફાદાર મિત્રો અને સેવકોને સમજાવી દીધું. ત્યાર પછી પરોઢ થવાની રાહ પણ જોયા વિના, પોતાનો ઘોડો તૈયાર કરાવી, તે સેયઝ-કોર્ટ છોડી, કન્ઝર તરફ ઊપડી ગયો.