________________
૧૪
નવા વેશ – નવી કામગીરી
૧
લિસ્ટર
સેસ્ટર જ્યારે આખા દિવસની તન-મનને વિશુધ્ધ કરી નાખે તેવી ધમાલ પછી રાતે પાતાને મુકામે પાછા ફર્યા, ત્યારે તે, ભયંકર તાફાના વચ્ચે ઝૂઝીને તથા કેટલીય વાર ખડકાળ કિનારે અથડાઈને ચૂરેચૂરા થઈ જવા આવેલી કિશ્તીને છેવટે ફરકતે વાવટે દ૨ે લઈને આવી પહોંચેલા નાવિક જેવો થઈ ગયા હતા.
થોડી વારમાં વાર્થે પરવાનગી લઈ અંદર આવી પહોંચ્યા. પરંતુ લિસેસ્ટર મેજ ઉપર કોણી ટેકવી લમણે હાથ દઈ ચૂપ બેઠેલા જ રહ્યો. છેવટે વાર્નેએ જ બાલવાનું શરૂ કર્યું —
‘આજે આપના સબળા હરીફ ઉપર આપે મેળવેલા અપ્રતિમ વિજય માટે આપને અભિનંદન આપવાની રજા લઉં, નામદાર ?”
લિસેસ્ટરે ગુસ્સે થયા વિના પણ ખન્નતાથી જવાબ આપ્યો, “ તારી હાજરજ્વાબીથી, હું જે હલકટ તથા જોખમભર્યા જુઠ્ઠાણામાં અટવાયો છું, તે જાણતા હાઈને, મને અભિનંદન આપવા જેવું કાંઈ રહે છે કે કેમ એ તે તું જ નક્કી કરી શકે.”
""
નામદાર, આપે જે ગુપ્ત રહસ્ય મને કાળજીપૂર્વક સાચવી રાખવા વારંવાર આગ્રહપૂર્વક ફરમાવેલું, તે પહેલે જ ધક્કે માંએ બાલી ન નાખવા બદલ આપ નામદાર મને ઠપકો આપે છે, શું? આપ નામદાર ત્યાં જાતે હાજર હતા; એટલે આપને જરૂરી લાગ્યું હાત તે! મેં કહેલી વાતના ઇનકાર કરી, સાચી વાત જાહેર કરી દઈ આપની પાયમાલી સાધી શકતા હતા; પણ આપના વફાદાર નાકરથી તો આપના હુકમ વિના એમ શી રીતે કરી શકાય ?”
૧૫૭