________________
૧૮૦
પ્રીત કિયે દુઃખ હોય' દુ:ખી યુવતીને નાસી છૂટવામાં મદદ કરવાનો નિશ્ચય કર્યા. લૅમ્બોને ઉચ્ચારેલા શબ્દો ઉપરથી એને એટલું વધુ પણ સમજાઈ ગયું હતું કે, બદમાશ વાર્ને એ યુવતીને પોતાને માટે નહિ પણ કદાચ અર્ધને માટે જ ફોસલાવીને ઉપાડી લાવ્યો છે. જોકે, અનેં તેની સાથે લગ્ન કર્યું હોય એવો વહેમ તો એને ન ગયો; પરંતુ લિસેસ્ટર જેવો રાણી ઇલિઝાબેથને માનીત ઉમરાવ ઍમી રોન્સર્ટ જેવી યુવતી સાથે છૂપે પ્રેમ-સંબંધ રાખે છે, એટલી વાત પણ બહાર આવે, તો ઇલિઝાબેથના દરબારમાંથી અર્લ ઓફ લિસેસ્ટરનો પગ જ ટળે; કારણકે, રાણી પિતાના કૃપાપાત્ર પુરુષમાં એવી સંભાવના સહન જ કરી શકે તેમ ન હતું. એટલે વેલૉન્ડને સમજાઈ ગયું કે, લિસેસ્ટર આ યુવતીને ગુપ્ત વાસમાં રાખી, તેની સાથે પ્રેમ-સંબંધ ગુપ્ત રાખવા માટે જ આ બધી કારવાઈ કરી રહ્યો છે. અને એ ગુપ્ત વાત બહાર પડી જવાની થાય તે આ યુવતીનું નામ-નિશાન નાબૂદ કરી આપનારો માણસ હવે તેણે અહીં મોકલી આપ્યો છે.
વેલેંન્ડે તરત નિશ્ચય કરી લીધો કે, આ તરફ હવે તેણે જરા વધુ વખત રોકાઈ પોતાના ગુરુની કારવાઈઓ ઉપર ચાંપતી દેખરેખ રાખવી જોઈએ. પણ હવે તેણે એ બધું ગુપ્ત રહીને જ કરવું જોઈએ - નહીં તો તેના જાનનું જોખમ પણ પૂરું જ કહેવાય. એટલે તેણે જાઇલ્સ ગોસ્લિગને ત્યાંથી તો એકદમ ચાલ્યા જવાન અને એક ઠેકાણે સ્થિર રહ્યા વિના જુદે જુદે વેશે આસપાસમાં ઘૂમતા રહેવાનો નિશ્ચય કર્યો. પેલી છોકરી જેનેટ સાથે પણ બહાર રહીને કિંઈક સંપર્ક ઊભો કરવાનો પ્રયત્ન કરવાનું તેણે નક્કી કર્યું, જેથી મકાનમાં શું ચાલે છે, તેની ખબર પડતી રહે.