________________
ફેરિયો
૧૭૯ ફેસ્ટર ગુસ્સાથી ધમધમતે બોલી ઊઠયો, “હું તો મારી છરી આ હરામજાદાના કલેજામાં બેસી દઉં છું.”
“ના, ના; કશી ખૂનામરકી કરવાની નથી. એની તો તપાસ થયા વિના ન રહે.” પેલો કીમિયાગર બેલી ઊઠયો; પછી તેણે લૅમ્બૉર્ન તરફ ફરીને મનાવતો હોય એમ કહ્યું, “ભલા લૅમ્બોર્ન, તું આપણા માનવંત અલી
ઑફ લિસેસ્ટર અને માસ્ટર રિચાર્ડ વાર્નેની શુભેચ્છામાં અને માનમાં પ્યાલો નહિ પીવા લાગે, ભાઈ?”
વાહ મારા વહાલા જોષી, લાવ, હું પી જાઉં! તને તો હું ચુંબન પણ કર્યું અને ભેટું પણ ખરો, પણ તું એવો ગંધક જેવો ગંધાય છે – લાવો, વાને અને લિએસ્ટર એ બે ચલતા પૂર્જા – બે ઊંડા કાવતરાખોરો – બે મહત્ત્વાકાંક્ષી ધૂતારાઓ – તેમના માનમાં હું દારૂ પીઉં છું અને જે કોઈ પીવા નહીં લાગે, તેના ગળામાં આરપાર મારી આ કટાર ખેચી દેવાને છું – હા !”
એમ બોલતાં બોલતાં તેણે અલાસ્કોએ આપેલો જલદ દારૂનો પ્યાલો ગટગટાવી દીધો. તરત જ તે હાથમાંથી ખાલી પ્યાલે પણ આપવા રહે તે પહેલાં લથડી પડયો. પછી પેલા બધા તેને કમરામાં ખેંચી ગયા અને ત્યાં તેને પથારીમાં સુવાડી દીધો.
આ ધમાલમાં જેનેટ ગુપચુપ કાઉન્ટેસના કમરામાં પહોંચી ગઈ. તે પોતાને સગે કાને સાંભળેલી આ બધી વાતથી પાંદડાની પેઠે થર થર કંપતી હતી. પણ તેણે લમ્બૉર્નના લવારાઓમાંથી જે સત્ય હકીકત નીતરતી હતી, તે કાઉન્ટસથી ગુપ્ત રાખવાનું જ નક્કી કર્યું, પણ વેૉન્ડે બતાવેલા ડર વિશે તેને હવે એટલી બધી ખાતરી થઈ ગઈ હતી કે, કાઉન્ટેસ એ ફેરિયાએ આપેલી ઝેરના મારણની દવા લે જ એવો આગ્રહ કરવાનો તેણે નિશ્ચય કર્યો. - વેલેન્ડે પણ લૉમ્બૉર્નના બધા લવારા સાંભળ્યા હતા, અને તે એ બધાને અર્થ વધારે સારી રીતે તારવી શકે તેમ હતો. કાઉન્ટસને તેણે તેના પિતાને ઘેર જાદુગરના ખેલ બતાવતી વખતે જોઈ હતી. તેવી નમણી ગભરુ બાળાને આવા બદમાશોના હાથમાં સપડાયેલી જોઈ, તેને જુસ્સો પણ જાગ્રત થઈ ગયો, અને તેણે પોતાની કળાથી, આવડતથી, હોશિયારીથી પોતાના બદમાશ ગુરુની કામગીરી વિફળ બનાવવાનો, તથા જરૂર પડે તો કંઈક જોખમ ખેડીને પણ