________________
૩૭
સેતાનના સાગરીતો એટલું સમજી રાખ કે, એ વાત ઉપર આપણા બંનેનું ભવિષ્ય અવલાંબી રહ્યું છે.”
“વાહ, ભવિષ્ય આપણા બંનેનું; અને જોખમ તથા મહેનત મારાં એકલાનાં!”
“જોખમ? એમાં વળી જોખમ કેટલુંક ઉઠાવવાનું છે, હેં? એ માણસ ફરી તારા ઘર પાસે લપાતો છુપાતો આવે કે તરત તેને ચાર-ડાકુ ગણી તેના ઉપર ઠંડી તરવાર કે ગરમ સીસું વાપરી દેજે. કૂતરો પણ તેની બોડ પાસે કોઈ અજાણ્યું આવે તે ડાડું ભરી લે છે.”
હા, હા, મારે તો કૂતરાનું જ કામ કરવાનું છે અને કૂતરાનું જ મહેનતાણું મેળવવાનું છે! આ આખી જૂની મિલકતના કબજા-ભેગવટાનો હક તમને મળી ગયો અને હું તો તમારો સાંથીડો માત્ર છું, જેને તમારી મરજી થાય ત્યારે તમે તગેડી મૂકી શકો !”
“પણ તું સારી સેવા બજાવીને એ સાંથ-હકને ભોગવટાના કાયમી હકમાં બદલાવી શકે છે. પણ એ માટે માત્ર મારા લૉર્ડ અર્લ ઑફ લિસેસ્ટરની મેનાને પૂરી રાખવા મકાનમાં એક-બે ઓરડા કાઢી આપવા કે એ ઊડી ન જાય તે માટે એનાં બારીબારણાં બંધ રાખવાં, એટલું જ કરવાનું ન હોય – આ જાગીરની વાર્ષિક ગણોત કેટલી ગણાય એનું તને ભાન છે? છતાં એ જાગીર અને એથી પણ વધુ ઘણું મોટા માણસ્ત્રની ગુપ્ત સેવા બજાવ્યાના બદલામાં મળી શકે, એ યાદ રાખજે. પણ હવે હું કપડાં બદલું અને કંઈક પરવારું.”
બપોરના જમતી વેળા પાછા વાને અને ફોસ્ટર ભેગા થયા. ભોજન પૂરું થયું ત્યાર બાદ તેઓ પાછા જરા છૂટથી વાતએ ચડયા. ફોસ્ટરે પૂછયું, “આપણા ભલા લૉર્ડ અને સ્વામીના કામ માટે ઈશ્વરથી ડરતા અને તેની મરજી તેમજ પોતાનો લાભ ચૂપકીદીથી સંભાળતા માણસ હોય એ સારું નહિ? ટાઇડ્રસ્તી, કિલિવૂ, અને આ લૅમ્બોર્ન જેવા લફંગા બદમાશો,
૧. મૂળ “કૌપી-હોલ્ડ.” એ વખતે મોટા ભાગની જમીન આવા પટ્ટે જ ભોગવાતી. જ્યાં સુધી પરંપરાગત વેરે ભરે, ત્યાં સુધી એ પાટીદારને કે એના વંશજોને કઈ એ જમીન ખાલી ન કરાવી શકે. ત્યારે સાંથ-હક (લીઝ)થી તો અમુક સમય માટે જ એ જમીન વાપરવાનો હક પ્રાપ્ત થાય. - સપાટ