________________
\ “પ્રીત કિયે દુઃખ હોય' જેમના મોં ઉપર ફાંસીના માંચડો કાયમનો અંકિત થયેલું હોય છે, તેવાઓની મારફત કામ લેવાથી નાહક આપણા ભલા લૉર્ડની બદનામી ન થાય?”
ભલા એથની ફેસ્ટર, જેને બધી જાતના શિકાર જોઈતા હોય, તેણે બધી જાતનાં બાજ પાળવાં પડે– ટૂંકી પાંખનાં તેમ જ લાંબી પાંખનાં! મારા લૉર્ડ જે પંથે પળ્યા છે, તે સહેલો નથી, અને ત્યાં તેમને દરેક આંટીઘૂંટી વખતે ઉપયોગી થાય તેવા વિશ્વાસુ માણસો જોઈએ. જેમકે મારા જેવા રંગીલા દરબારીઓ, જેઓ દીવાનખાનામાં તહેનાત ભરતા હોય ત્યારે રંગતમાં વધારો કરે પણ કઈ મારા લૉર્ડની ઈજજત બાબત આડું અવળું બોલવા જાય, તો તરત તરવારની મૂઠ ઉપર હાથ નાખે...”
“અને તે પોતે જેની પાસે ન જઈ શકતા હોય તેવી સ્ત્રીના કાનમાં તેમની ભલામણના બે શબ્દ પણ નાખી આપે.” ફોસ્ટરે વચ્ચે ઉમેર્યું.
પણ વાર્નેએ તે એનું કહેલું લક્ષમાં લીધા વિના પિતાનું વાકય જ આગળ ચલાવ્યું, “મારા લૉર્ડને પિતાના વકીલો પણ જોઈએ, જે કરારનામાં ઘડી આપે, તથા કરેલા કરારમાં વાંધાવચકા નાખી કેમ ફાયદો કરી આપવો તે બરાબર જાણે; મારા લોડને વૈદ્યો પણ જોઈએ જેઓ બીમારી વખતે કે જોમ માટે પ્રવાહી કાઢા તૈયાર કરી આપે; મારા લૉર્ડને જોશીઓ અને જાદુગરો પણ જોઈએ, જે જોઈતાં જુદાં જુદાં ભૂત ખડાં કરી આપે, અને પછી બદમાશ તરવારિયાએ પણ જોઈએ, જેઓ એ ભૂત વીફરે ત્યારે તેમને ઠેકાણે પાડી આપે; ઉપરાંત, મારા લૉર્ડને તારા જેવા ધર્માત્મા, પ્રમાણિક, તપસ્વી આત્માઓ પણ જોઈએ, જેઓ સેતાનનો સામનો કરે અને તેની સેવા પણ બજાવે.”
હું એમ નથી માનતો કે, આપણા ભલા લૉર્ડ અને સ્વામી, અર્લ ઑફ લિસેસ્ટર જેમને હું પૂરેપૂરા ખાનદાનીથી ભરેલા માનું છું, તે તમે કહો છો તેવાં પાપી સાધનો પોતાની બઢતી માટે વાપરે.”
“આપણા લૉર્ડ તું કહે છે તેમ નરી ખાનદાનીથી ભરેલા હોય – અને એમ છે જ – તે પણ તેમનેય આ ખદબદતા સમયમાં આગળ આવવું ને વધવું હોય, તે પોતાની આસપાસ એવા સેવકો ઊલટા વધુ જોઈએ, જેઓ તેમની સેવા બજાવવામાં સારું ખોટું કશું જોવા ન રહે, પણ એટલું જ