________________
સેતાનના સાગરીતા
સમજી રાખે કે, તે લૉર્ડ જો ગબડયા, તે સાથે તેમને પણ છૂંદાઈ જવાપણું છે; અને તેથી જે પેાતાનાં લેાહી અને મગજ, આત્મા અને શરીર, એ લૉર્ડને ટેકવી રાખવા માટે જ હાડમાં મૂકવા હરઘડી તૈયાર રહેતા હોય.
99
૩૯
“તમે ખરું કહો છે, માસ્ટર વાર્ને; જે માણસ રાજદરબારમાં પોતાના પક્ષની આગેવાની ધરાવતા હોય, તે તેા ઊંચે ઊછળતા મેાજા ઉપરની હોડી જેવા જ ગણાય — જે પોતાના જોરે નહીં, પણ પોતાની નીચેના મેાજાના જોરે જ ઊંચે રહેતી હાય છે.”
-
66
વાહ પઢે ઍન્થની, તને તે ઑકસફર્ડ લઈ જઈને સાહિત્યની ઉપાધિ અપાવી દેવી પડે એવી ઉપમાઓ નું તે વાપરવા લાગ્યો! પણ એ બધી બાબત પછી; તે પેલા પશ્ચિમ તરફના કમરા મારા લૉર્ડની મરજી મુજબ સજાવીને બરાબર તૈયાર કરાવી દીધા છે ને?”
56
અરે રાજાનેય લગ્નને દિવસે ચાલે તેવા તે સુસજ્જિત થઈ ગયા છે; અને ઍમી એ કમરાઓમાં અત્યારે શેબાની* રાણીની જેમ બિરાજતી હશે, એની ખાતરી રાખજો.”
“સારી વાત છે, ભલા ઍન્થની; એની રાજીખુશી ઉપર જ આપણે આપણું ભવિષ્ય ખડું કરવાનું છે.”
“તા તે રેતી ઉપર જ આપણા મહેલ આપણે ખડો કરીએ છીએ, એમ માનજો. કારણકે, એક વાર તે તેના લૉર્ડનાં માન-અકરામ સાથે રાજદરબારમાં પહોંચી જશે, પછી અત્યારે તેની મરજી વિરુદ્ધ તેને આ ખંડેરમાં પૂરી રાખનાર તેના જેલર તરીકે કામ કરતા મારા પ્રત્યે તે કેવી કૃપાદૃષ્ટિ દાખવશે, એ કલ્પી શકાય તેમ છે.”
“પણ હું છું ને? હું તેને તે વખતે બરાબર સમજાવી દઈશ કે, અત્યારે આમ કડકપણું દાખવીને તું મારા લૉર્ડની અને તેની સાચી સેવા જ બજાવી રહ્યો હતા. એટલે તે જ્યારે ઈંડાના કાટલાની બહાર ડગ ભરતી થશે, ત્યારે તે બરાબર જાણતી અને સમજતી હશે કે આપણે એ ઈંડું સેવ્યું તથા સંભાળ્યું હતું, તેથી જ તે એ મેાટાઈ માણી શકે છે.”
* દક્ષિણ અરબસ્તાનના ‘સાબા' પ્રદેશ. ત્યાંના લૈકા બહુ જૂની સૌંસ્કૃતિવાળા ગણાય છે. એ પ્રદેશ ખૂબ સમૃદ્ધ તે અને તેની રાણી સલામનની મુલાકાતે ગઈ હતી એવી દંતકથા છે. - સપા॰