________________
ગાંડી પત્નીને પત ખૂલતી બારીએ દોડી ગઈ, તે પોતાના પિતાના બુઠ્ઠા પાદરી-મિત્ર સ્મશાનપ્રાર્થના ઉચ્ચારતા હતા. ભલા મુંબ્લેઝન જૂના વખતના ચારણી પોશાકમાં હાથમાં મુદ્રા-ચિહનોવાળી ઢાલ પકડી રહ્યા હતા, જોકે તે ચિહને અત્યારે તેને ખોપરી અને ચોકડી પાડીને ગોઠવેલાં હાડકાં જેવાં જ દેખાયાં; પણ એ બધા ઉપર અર્લને મુગટ હતો! –
એમી ગભરાઈને એકદમ જાગી ગઈ. અને ખરે જ તે વખતે પ્રાત:કાળ થયાનું રણશિંગું બહાર ફેંકાતું હતું! પણ તે રણશિંગું મરણ-કાળના શોકના સૂર નહોતું રેલાવતું – તે તો નવા દિવસના આનંદ-સમારંભની શરૂઆત શિકાર-પાર્ટીથી થવાની હતી, એને માટે સૌને તૈયાર થવાની જાહેરાત કરતું હતું.
એમીનું હૃદય બેસી જવા લાગ્યું – “બીજો દિવસ થયો, અને હવે તો મારો કાગળ તેમને મળી ગયો હશે. પણ રાણી એમનાં મહેમાન થયાં છે, એટલે હું અહીં આવી છે એ જાણવા છતાં મારી ખબર પૂછવા આવવા જેટલીય દરકાર તેમને છે?”
પણ એટલામાં એના કમરાનું બારણું બહારથી કોઈ ધીમે રહીને ધકેલતું હોય એવો અવાજ આવ્યો. તરત જ તે બારણા પાસે દોડી અને પોતે તેની આગળ ગોઠવેલી આડ તેણે ખસેડી નાખી, તથા બારણાની કળ ઉઘાડતાં ઉઘાડતાં તેણે પૂછયું, “પ્રિય, તમે જ છોને?”
“હા મારી કાઉટેસ,” એવો ધીમેથી જવાબ આવ્યો.
કાઉંટેસે તરત બારણું ખોલી નાખ્યું અને બારણામાં ઊભેલાના ગળામાં હાથ નાખીને કહ્યું, “લિસેસ્ટર!”
ના, ખાસ લિસેસ્ટર તો નથી,” માઇકેલ લૅમ્બો કાઉન્ટેસના આલિગનને એટલો જ જુસ્સાથી જવાબ આપતાં કહ્યું, - “ખાસ લિસેસ્ટર તો નહિ, પણ મારી વહાલી ડચેસ, એટલો જ સારો માણસ છું.”
કાઉન્ટસ વાઘણના જોરથી એકદમ ઝટકો મારીને તેની બાથમાંથી છૂટી થઈ ગઈ અને પોતાના કમરામાં પાછી હઠી ગઈ. પણ પેલો અંદર પેઠો તે વખતે એના જભાનો ઉપરનો ગળા-પટ્ટો નીચે સરક્યો એટલે કાઉન્ટસ તરત તેને વાર્નેના લફંગા નેકર તરીકે ઓળખી ગઈ. પણ અત્યારે પોતે નાસીને અહીં આવી છે, તે વસ્તુ વાને અને તેના આ નોકરથી જ તેને છુપાવવાની જરૂર હતી – નહિ તો બદમાશ વાને તેને પાછો ક્યાંય અલોપ :