________________
પ્રીત કિયે દુખ હોય' ટ્રેસિલિયન એ છોકરાની બદમાશી પામી જઈ, હથોડો ચાલતે રહ્યો ત્યાં સુધી ચુપ રહ્યો. પણ હથોડો બંધ થયે, શરત પ્રમાણે સો ગણતા સુધી ત્યાં જ બેસી રહેવાને બદલે, તે તરત જ તરવાર હાથમાં લઈ વાડ ઓળંગી તે તરફ દોડી ગયો. તે અંદર એક માણસ શરીરે રૂંછાંવાળા રીંછનું ચામડું ઓઢેલો, તથા એવી જ રૂંછાંવાળી શંક ટોપી પહેરેલો ઊભો હતો. પેલા છોકરાએ, “પાછા આવો! પાછા આવો !” એવી ઘણીય બૂમ પાડી તથા ઉમેર્યું, “એના ઉપર નજર નાખનારો કોઈ માણસ જીવતે રહી ન શકે,” છતાં ટ્રેસિલિયન તો આગળ વધતો જ ગયો. પેલા અદૃશ્ય ગણાતા (પણ અત્યારે પ્રત્યક્ષ દેખાતા) નાળસાજે તરત પોતાનો હથોડો ટ્રેસિલિયન સામે ઉગામ્યો.
પેલા છોકરાએ જ્યારે જોયું કે ટ્રેસિલિયન તે ઉઘાડી તરવારે ધસ્ય જ જાય છે, ત્યારે તેણે તરત પેલા નાળસાજને આજીજી કરવા માંડી, “વેલેન્ડ, એમની સામે ન થશો, નહિ તો તમારો હથોડો હાથમાં રહેશે અને તમારું ડોકું તેમની લાંબી તરવારથી કપાઈ જશે, એ જેવા કેવા કંગાળ માણસ નથી, પૂરા રાજવંશી છે – હું જાણી ગયો છું.”
તો અલ્યા ફિલબર્ટીગિબેટ, તે જ મને દગો દીધો? પણ તારીય હવે શી વલે થશે, તે જોજે!” પેલો નાળસાજ ઘૂરક્યો.
ટ્રેસિલિયને તરત જ લુહારને આશ્વાસન આપતાં કહ્યું, “જો ભાઈ, તું ગમે તે હો, મારાથી ગભરાવાની જરૂર નથી. માત્ર મને એટલું કહી દે કે, તારે તારો ધંધો આવી બીક ઊભી કરીને કેમ ચલાવવો પડે છે?”
“અરે તું મને પૂછનાર કોણ? હું હમણાં જવાળામય ભાલા સાથે તાલપાકને બોલાવું છું, જે તને તરત બાળીને ભસ્મ કરી નાખશે!” પેલાએ ટ્રસિલિયન તરફ ઘૂરકીને અને હાથમાંને હથોડે ઘુમાવતાં ઘુમાવતાં કહ્યું.
“હરામખોર, ચૂપ થઈ જા; અને મારી પાછળ પાછળ નજીકના મેજિસ્ટ્રેટને ત્યાં ચાલ્યો આવ, નહિ તો તારું માથું હમણાં જ ફાડી નાખીશ.” ટ્રસિલિયને ભૂત-પિશાચના સાગરીતને જીવતા બાળી મૂકવાને જે કાયદો હસ્તે તેની અસર દઈને કહ્યું.
પેલો હવે તરત જ નમી પડ્યો અને બોલ્યો, “મહેરબાન, તમારા ઘોડાને નાળ જડાઈ ગઈ છે, અને તેનું મહેનતાણું પણ ચૂકતે થઈ ગયું