________________
૭૩
પુત્રીને પિતા ના, ના, મારી બાબતમાં એથી ઊલટું જ બન્યું: સર રેબ્સર્ટી તો તેમની પુત્રી પ્રત્યેના મારા પ્રેમને અંતરથી આવકાર્યો; તેમની પુત્રી પણ મારા પ્રત્યે લગ્ન-પ્રેમમાં પરિણમે એવો નિકટને જ ભાવ દાખવતી હોવાથી સર શૂ રોબ્સર્ડે ભવિષ્યમાં અમારાં લગ્ન કરાવી આપવાનો નિરધાર જાહેર પણ કર્યો. પરંતુ એમી રોબ્સર્ટના કહ્યાથી લગ્ન બાર મહિના આગળ ઠેલવામાં આવ્યું. આ સમય દરમ્યાન રિચાર્ડ વાર્નેએ એ તરફ દેખા દીધી અને સર ફ્યૂ રોબ્સર્ટ સાથેના કંઈક દૂરના સગાઈ-સંબંધને નાતે તેણે એમની સોબતમાં ઘણો સમય ગાળવા માંડ્યો અને પછી તે તે એ ઘરમાં જ રહેવા લાગ્યો.”
અને હું ખાતરીથી કહું છું કે, એ માણસ જે ઘરમાં રહે, તે ઘરમાં કંઈક અનિષ્ટ સરજાય જ!” ગોક્સિંગે ઉમેર્યું.
“થોડો વખત તો ઍમી રોબ્સર્ટ એના પ્રત્યે સામાન્ય શિષ્ટતાને વ્યવહાર જ દાખવતી રહી; પણ પછી એમની વચ્ચે કોઈ અસામાન્ય સંબંધ ઊભો થતો ગયો. તેઓ ઘણી વાર એકલાં બેસી કઈક સંતલસો ચલાવ્યા કરતાં – જે મને જરાય ગમતું નહિ, અને થોડા વખતમાં તો તે એના પિતાના ઘરમાંથી અલોપ થઈ ગઈ – અલબત્ત, એ જ વખતે વાને પણ અલોપ થઈ ગયો. ત્યાર પછી આજે જ મેં મીને વાર્નેના આશ્રિત ફોસ્ટરના ઘરમાં રખાત તરીકે રહેતી મારી નજરે જોઈ : વાનેને પણ પછીતના ગુપ્ત દ્વારમાં થઈને મોં-માથે ઢંકાઈ તેની ગુપ્ત મુલાકાતે આવેલો જોયો.”
તે તમારે ઝઘડો એ કારણે થયો છે, ખરું? પણ એ સુંદર બાનુ તમે એના જીવનમાં આમ વચ્ચે ડખલ કરવા આવો એ ઇચ્છે છે ? – અથવા તમારી એ જાતની કોશિશને તે પાત્ર પણ છે?”
ભલા મિજમાન, મારા પિતા – અર્થાત્ સર શૂ રોબ્સર્ટને હું મારા પિતા જ ગણું છું – અત્યારે એમના ઘેરા દુ:ખશોકમાં તરફડતા પડ્યા છે. એ એમ સિઝાયા કરે અને ઍમી આવું પાપનું જીવન ગાળે, એ વિચાર જ મારાથી સહન થઈ શકતો ન હતો. એટલે હું તેને શોધી કાઢી તેને ઘેર પાછી ફરવા સમજાવવાના ઇરાદાથી કોશિશ કર્યા કરતો હતો. આજે હવે મને તે જડી છે, એટલે હું મારા પ્રયત્નમાં સફળ થઈશ, અથવા નિષ્ફળ જઈશ તો પણ, ત્યાર બાદ મારો ઇરાદે આ દેશ છોડી વર્જિનિયા તરફ ચાલ્યો જવાનો છે.”