________________
૨૭૮
“પ્રીત કિયે દુખ હોય' રહેવી જોઈએ, અથવા તે અત્યાર સુધી મેં ખૂબ ઊંડે દાટી રાખવા ઇચ્છલી તથા મારે મોઢે કદી ન ઉચ્ચારવા ધારેલી વાત બલી જ નાખવી પડશે.”
તારે શું કહેવાનું છે તે બોલી નાખ; હવે વખત થોડો છે, અને મારે તૈયારી કરવા લાગી જવાનું છે.”
“મારે કહેવાનું બહુ ટૂંકું જ છે, નામદાર. આપનું લગ્ન જ આપનાં સમ્રાજ્ઞી-રાણીજી સાથે વિરોધનું એકમાત્ર કારણ છે, ખરુંને?”
“તું જાણે છે - આવો નકામો પ્રશ્ન પૂછવાની અત્યારે શી જરૂર ભલા?”
માફ કરજે, લૉર્ડ; પણ હું પૂછું છું કે, કીમતી હીરે બચાવી લેવા માટે તો લોકોને પોતાના જાન-માલ ન્યોછાવર કરતા જાયા છે; પણ એ હીરો સાચો ન હોય તો?”
એટલે?”
એટલે શું તે મારે હવે બોલી જ નાખવું છે, મારા લૉર્ડ, ભલે તે માટે આપ મને અહીં જ કતલ કરી નાખે – મારી જિંદગીની કશી કિંમત નથી, પણ આપની જિંદગી નાહક બરબાદ થાય, એ હું બધું જાણતો હોઉં છતાં થવા દઉં તો કૃતદન જ ગણાઉં.”
“પણ તારે શું કહેવું છે તે બોલી નાખને, એટલે બસ.”
તે જુઓ સાંભળો નામદાર, આ બાનુ એડમંડ ટ્રેસિલિયન સાથે જે જાતનો સંબંધ-વ્યવહાર ચલાવી રહ્યાં છે – રાખી રહ્યાં છે, તે વસ્તુ મને પસંદ નથી. આપ જાણો છો કે, પહેલાં એ ટ્રેસિલિયનને એ બાજુમાં રસ હતો, અને તે દૂર કરવા માટે આપ નામદારને ખાસી કોશિશ કરવી પડી હતી. એણે મારી સામે એ બાબતની ફરિયાદ કેવા જુસ્સાથી અને ઝનૂનથી રાણીજી આગળ પણ રજૂ કરી છે, તે તે આપ નામદારે નજરે જોયું છે. એની પાછળનો તેને ઇરાદો આપ નામદાર આપના એ બાન સાથેના કમનસીબ લગ્નનો એકરાર કરીને બરબાદ થાઓ એ જ છે; અને લેડીસાહેબા પણ એ જોખમ આપ ખેડો તે માટે જ બધી પેરવી કરી રહ્યાં છે. પહેલેથી ટ્રેસિલિયન લેડીસાહેબાની સંતલસમાં છે– એ બે જણ બધું એકમતીથી કરી રહ્યાં છે.”
પાગલ થયો છે, વાર્ને? એ બે ભેગાં જ કયાંથી થઈ શક્યાં હોય, જેથી આપસમાં કંઈક સંતલસ કરી શકે? આવી ઉટપટાંગ વાતે, અને તે