________________
હોડ બક્યા ! વીશીવાળાની પાછળ પાછળ સૌની નજર પેલા મુસાફર તરફ ગઈ. એ પચીસ અને ત્રીસ વર્ષની વચ્ચેની ઉંમરનો માણસ હતો; કદે મધ્યમ કરતાં થોડો ઊંચો કહી શકાય તેવો. તેને પોશાક સાદો પણ સુઘડ હત; છતાં તેના દેખાવમાં સ્વાભાવિક જ એવું ગૌરવ પ્રતીત થતું હતું કે, કોઈને પણ લાગ્યા વિના ન રહે કે, તેણે પોતાના મોભા કરતાં ઊતરતી જાતનાં કપડાં પહેર્યા છે. તેને ચહેરો અતડો તથા ગંભીર લાગતો હતો; એની કાળી આંખ જયારે કંઈક તાત્કાલિક કારણ હોય ત્યારે વીજળીની પેઠે ચમકી ઊઠતી; નહિ તો પાછી તેના બીજા દેખાવ અનુસાર વિચારશીલ અને શાંત બની જતી.
તેનું નામ અને હોદ્દો જાણવા માટે ગામના લોકોએ બહુ ઉત્સુકતા દાખવી હતી, તથા કમ્મર આવવાનું તેનું પ્રયોજન જાણવા પણ. પરંતુ એ બાબતમાં કોઈની જિજ્ઞાસા જરાય સંતોષાઈ ન હતી.
જાઇલ્સે તેની પાસે જઈને પોતાના ભાણાના આગમનના અને તેના સુધરી જવાના માનમાં પોતે આપેલી ખાન-પાનની મિજબાનીમાં તેને બધાંની સાથે ભળી ભાગ લેવા વિનંતી કરી. પહેલાં તો તેણે ડોકું હલાવી ના પાડી, પણ પછી સૌને આનંદ બગાડ એ ઠીક નહીં એમ માની, તે સૌની સાથે આવીને બેસવા તૈયાર થયો.
તો હું મારા માનવંત મહેમાનનું શું નામ દઈને તેમની સમક્ષ રજૂઆત કરું?” જાઇસે તરત પૂછયું.
“ટ્રેસિલિયન.”
“તો કહેવત છે તે પ્રમાણે “પોલ,” “ટ્રે” અને “પેન’ એ શબ્દો વાળું નામ કૉર્નવલ તરફનું હોય; એટલે કૉવૉલના મિત્ર ટ્રેસિલિયન એમ કહુને, મારા સાહેબ?”
મેં કહ્યું એટલું જ કહેશો, તો સત્યની વધુ નજીક રહેશો.”
માઇક લેમ્બૉને હવે પોતાના જૂના ગોઠિયાઓની નામ દઈ દઈ ખબર પૂછવા માંડી. અને મંડળીમાંથી જેને તે તે વ્યાક્ત વિષે વિશેષ માહિતી હોય, તેણે એને ઘટતા જવાબ આપવા માંડ્યાં.
“એટલે કે વાલિમ્ફર્ડને સ્વૉશિંગવિલ ગયો એમ ને?”